તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ફ્રેશર્સ પાર્ટીમાં ઝૂમ્યા સ્ટુડન્ટ્સ

ફ્રેશર્સ પાર્ટીમાં ઝૂમ્યા સ્ટુડન્ટ્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીમાં મોટાભાગની કોલેજીસ શરૂ થઇ ગઇ છે અને ફસ્ર્ટ યરની કોલેજ પણ હવે શરૂ થશે ત્યારે કોલેજીસમાં વેલકમ પાર્ટી અને ફ્રેશર્સ પાર્ટીઝ પણ શરૂ થઇ જશે. મંગળવારે સિટીની એપરલ એકેડમીમાં આવી જ એક ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં છેલ્લા વર્ષનાં સ્ટુંડન્ટ્સે નવા આવેલા સ્ટુડન્ટ્સનું વેલકમ કર્યું હતું. એકેડમીના સ્ટુડન્ટ્સે અલગ અલગ ગીત પર ડાન્સ પણ રજુ કર્યા હતા અને લાસ્ટના યરના સ્ટુડન્ટ્સે વેસ્ર્ટન અને ઈન્ડિયન થીમ પર રેમ્પ વોક પણ કર્યું હતું. આ એકેડમીમાં ફેશન ડઝિાઈનિંગનો કોર્સ કરી રહેલા કેટલાક સ્પેશિયલી ચેલેન્જડ વિદ્યાર્થીઓ પણ આ પાર્ટીમાં જોડાયા હતા અને એમણે સ્પીચ આપી વિદ્યાર્થીઓને આવકાયૉ હતા. આ ઉપરાંત ફસ્ર્ટ અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સે ફ્રી સ્ટાઈલ, બોલિવુડ સ્ટાઈલ, કન્ટેમ્પરરી સ્ટાઇલના ડાન્સ પણ રજુ કરાયા હતા. સ્ટુડન્ટ્સે મનમૂકી આ ઇવેન્ટ એન્જોય કરી હતી.બંદના ભટ્ટાચાર્ય & ડિરેકટર
સ્ટુડન્ટ્સનું એકબીજા સાથે બોન્ડિંગ બની જાય
આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળ મુખ્ય બે હેતુ હતા. પહેલો હેતુ નવા આવેલા વિદ્યાર્થીઓને વેલકમ કરવાનો અને તેમનો ઉત્સાહ વધારવાનો હતો. અને બીજો હેતુ એકેડમીના બધા જ સ્ટુડન્ટ્સનું એકબીજા સાથે સારું એવું બોન્ડિંગ બની રહે એ હતો. આ સાથે તેમની વચ્ચે કો-ઓડિeનેશન થાય અને દરેક જણ એકબીજા માટે કંઇ કરી છુટવાની ભાવના કેળવે એ હેતુ પણ હતો.