તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લ્યો! બોલો જર્જરિત ઇમારત ખાલી કરાવવા આમરણાંત ઉપવાસ કરવા પડે છે

લ્યો! બોલો જર્જરિત ઇમારત ખાલી કરાવવા આમરણાંત ઉપવાસ કરવા પડે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફ શહેર આખામાં અને ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં જર્જરિત ઇમારતોનો ગ્રાફ ચઢતો જઈ રહ્યો છે. પાલિકા મકાનો ખાલી કરાવવાની નોટિસ આપીને બેસી રહે છે અને પછી મકાનમાલિક અને ભાડૂઆતના ઝઘડા ઉપરાંત લીગલ મેટરનું કારણ આગળ ધરીને મકાન ઉતારી પાડવાની કામગીરીથી દુર રહે છે ત્યાં અઠવા ઝોનમાં વિચિત્ર જ કિસ્સો સામે આવ્યો છે. અહીંના સ્થાનિક રહીશ હિતેશભાઈ રામાણીએ આ એપૉમેન્ટ જર્જરિત હોય તેને ઉતારી પાડવા માટે આમરણાંત ઉપવાસ પર બેસવું પડયું છે. છતાં પાલિકા આ એપાર્ટમેન્ટે ઉતારી પાડવાની તૈયારીમાં દેખાતી નથી.
પાલિકાએ લો કોલેજની બાજુમાં આવેલી આ મિલકત બાબતે પહેલી નોટિસ તા.૧-૯-૧૦ના રોજ આપી હતી. જેમાં આ મિલકત રપિેરીંગ માંગી લે છે એટલે તેને તોડીને રપિેર કરી લો એવું જણાવાયું હતું. દસ દિવસમાં આ કામગીરી શરૂ કરી દેવાની હતી. ચાર દિવસના ગાળામાં પહેલાં માળે રહેતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ધરાવતા અને હાલ આ સમગ્ર મામલે આમરણાંત ઉપવાસ પર બેઠેલાં હિતેશ રામાણીએ પોતાનો જવાબ અઠવા ઝોનમાં આપી દીધો હતો. અઠવા ઝોને ૨૧-૯-૨૦૧૦ના રોજ ફરી એક નોટિસ ઇશ્યુ કરી હતી અને કામ ચાલુ કેમ ન કર્યું હોવાની ટકોર કરી, સાત દિવસમાં કોઈ સ્ટ્રકચરલ એન્જિનિયરે સુપરવઝિન કરીને જરૂરી રપિેરીંગ ચાલુ કરી દેવા જણાવ્યું હતું.હિતેશ રામાણીએ આ નોટિસના જવાબમાં ઝોનને જણાવ્યું હતું કે રપિેરિંગ બાબતે એપાર્ટમેન્ટના સભ્યો એકમત નથી. એટલે રપિેરિંગ અટકયું છે. જો કોઈ દુર્ઘટના બને તો મારી જવાબદારી નહીં. હિતેશ રામાણીએ આ દરમિયાન સ્ટ્રકચરલ એન્જિનિયર અનીલ પટેલનો અભપિ્રાય ઝોનમાં રજૂ કર્યો હતો જેમાં મિલકત જર્જરિત હોય તાકીદે પગલાં લેવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પાલિકાની વધુ એક નોટિસ ૨૧-૬-૨૦૧૧ના રોજ આવી હતી. આ દરમિયાનના નવ મહિનામાં પણ અનેક નોટિસો આવી હતી. નોટિસમાં એવું જણાવાયું હતું કે રપિેરીંગ નહીં થતાં હવે સીલ મારવું પડશે. આ માટે સાત દિવસમાં ખુલાસો મંગાયો હતો. ત્યારબાદ પાલિકાએ ૨૧-૭-૨૦૧૧ના રોજ નોટિસ ઇશ્યુ કરીને જણાવ્યું હતુ કે ત્રણ દિવસમાં વસવાટ ખાલી કરી દેવો. આ નોટિસ બાબતે હિતેશ રામાણી સહિતના બિલ્ડિંગના તમામ ૧૫ ફલેટના રહેવાસીઓએ વસવાટ બંધ કરી દીધો હતો. જ્યારે અન્યોએ કે જેમની ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો હતી તેમણે ધંધો ચાલુ રાખ્યો. સમય જતાં આ મિલકતમાંથી પાલિકાએ કોઈને કાઢ્યા નહતા. ઉપરાંત રહેવાસીઓએ એસવીએનઆઈટીને કન્સલ્ટન્સી સોંપી રપિેરીંગ શરૂ કર્યું હોવાનું જણાવતા રામાણીએ જવાબ આપેલો કે એસવીએનઆઈટીએ તો માત્ર કન્ડશિન એસેસમેન્ટ રિપોર્ટ આપેલો અને ઝોનમાં લેખિતમાં જણાવ્યું હતું કે કન્ડશિન રિપોર્ટ પ્રમાણે પણ કોઈ કામ થયું નથી એટલે એસવીએનઆઈટીની કોઈ જવાબદારી રહેતી નથી.ને હવે પાલિકાએ ફરી એકવાર ૧૨-૬-૨૦૧૩ના રોજ વસવાટ ખાલી કરવાની નોટિસ આપી હતી.
લો કોલેજની બાજુમાં જ જોખમહિતેશ રામાણી કહે છે કે આ એપાર્ટમેન્ટમાં સ્લેબના ઘણાં ભાગોમાં તથા બીજા કોલમમાંથી નિરંતર પાણી ગળે છે. અવારનવાર પ્લાસ્ટરના મોટા પોપડા ખરી પડે છે. એપાર્ટમેન્ટનો મોટા હિસ્સાનો ઉપયોગ વ્યવસાિયક છે. ગોડાઉનમાં જવલંતશીલ પદાર્થ રાખવામાં આવે છે. એપાર્ટમેન્ટ મુખ્ય રસ્તા પર આવ્યું હોવાથી કોઈ દુર્ઘટના બને તો રાહદારી કે વાહનચાલકો પણ ઝપેટમાં આવી શકે છે.
મિલકત તોડી પાડવી પડે તેવી સ્થિતિ છે છતાં...
^ ‘ મંે મારો ધંધો બંધ કરી દીધો છે. જ્યારે ગ્રાઉન્ડ ફલોર પર અન્યની દુકાન ચાલે છે. અમે ઇચ્છીએ છીએ કે આ બિલ્ડિંગને તોડીને ફરીથી બનાવવામાં આવે. પરંતુ પાલિકાના અધિકારીઓ કોઈક કારણોસર નોટિસ આપ્યા બાદ પણ આ મિલકત સંપૂર્ણપણે ખાલી કરાવતી નથી. નોટિસો ઇશ્યુ થાય છે તેનો અમલ થતો નથી. હું પહેલાં માળે રહું છે, મેં મારી આ જ બિલ્ડિંગમાં આવેલી દુકાન બે વર્ષથી બંધ કરી દીધી છે. જે જતાં રહ્યાં તેમનો શું વાંક હતો.’
હિતેશ ટહીલ રામાણી, આમરણાંત ઉપવાસ પર ઉતરનાર