તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખર્ચ કરે ‘કોણ’ વચ્ચે ડોકાતી આફત

ખર્ચ કરે ‘કોણ’ વચ્ચે ડોકાતી આફત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં જયાં જર્જરિત ઈમારતોની સંખ્યા સૌથી વધુ છે એવા કોટ વિસ્તારમાં કેટલાંક મકાનો તો એવા પણ છે જે પડું-પડું છે પરંતુ તેમ છતાં પાલિકાએ હજી સુધી તેમને કોઈ પણ પ્રકારની નોટિસ ઇશ્યુ કરી નથી. આ ઉપરાંત જયાં નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે ત્યાં પણ લોકો રહેવા મજબૂર છે. જયાં ભાડૂઆત છે ત્યાં મકાન માલિક રૂપિયા ખચીgને રપિેરિંગ કરાવવા રાજી નથી અને જયાં ભાડૂઆત પાસે રૂપિયા છે ત્યાં માલિકીનો પ્રશ્ન આવતા ખર્ચ કરવાથી હાથ પાછા ખેંચી લે છે. જો કે મોટાભાગના મકાનો એવા છે જયાં ભાડૂઆત રહે છે અને તેમની પાસે રૂપિયા ન હોવાથી જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. અહીં એક સવાલ એ પણ ઊભો થાય છે કે જો કેન્દ્ર અને રાજ્યની સરકારો ગેરકાયદે વસવાટ કરનારાઓને નજીવી િંકમતે વિવિધ યોજનાઓના નામે ઘર ફાળવી આપે છે તો એવા ગરીબ અને મધ્યમવર્ગ માટે કોઈ યોજના ન બનાવી શકાય જયાં લોકો રીતસર મોત સામે ટાંકીને જ રાત્રે ઊંઘતા હોય. ડીબી ગોલ્ડની ટીમે આજે કોટ વિસ્તારમાં આવા જ કેટલાંક મકાનોના રહેવાસીઓની મુલાકાત લીધી જે મકાનો જોતાં જ એમ લાગે કે હમણાં પડશે. આ પ્રકારના મકાનોમાં રહેતા મોટાભાગના લોકોની વ્યથા એ હતી કે મકાનને રપિેરિંગની જરૂર છે પરંતુ માલિક રપિેરિંગ જ કરાવતો નથી અને અમારી પાસે એટલાં રૂપિયા નથી કે રપિેરિંગનો ખર્ચ ઉઠાવી શકીએ.
તંત્રએ અમારા વિશે વિચારવું જોઇએ
^‘ બહારથી જોતા લાગે કે રીપેરિંગની જરૂર છે. પરંતુ અંંદરની સ્થિતિ તો ભયજનક છે. મકાન માલિકને અનેકવાર કહી ચૂકયા છે કે મકાન રપિેર કરાવો. અમારી પાસે રૂપિયા હોય તો અમે જ કરાવી લઈએ, તંત્રએ અમારા વિશે પણ વિચારવું જોઇએ.વેનિલાલ રાણા, રહેવાસી
ડર વચ્ચે પણ ઘર રપિેર થવાની આશા
^‘ મારા જેવા અનેક ભાડૂઆતો છે જેમની પાસે રૂપિયા નથી અને મકાન રપિેર કરાવવાની જરૂર છે. અમે એક ડર સાથે રહીએ છીએ. પરંતુ એક આશા છે કે ભવિષ્યમાં આ મકાન રપિેરિંગ થશે અને અમે સુરક્ષા અનુભવીશું. હાલ ઘરમાં વરસાદ આવે એટલે પાણી ટપકવા માંડે છે.’દિલીપ રાણા, રહેવાસી