તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બીમારીથી કંટાળી યુવતીનો આપઘાત્

બીમારીથી કંટાળી યુવતીનો આપઘાત્

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરાછાના પરસોત્તમનગરની એક યુવતીને મણકાની બીમારીથી કંટાળી જઈ પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મારુતિ ચોકની સપના સોસાયટી ખાતે રહેતા પ્રવિણભાઈ તેજપાલની પુત્રી ભુમિકા (૨૦)એ મંગળવારે બપોરે પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. તેના પરિવારજનો અને પોલીસના જણાવ્યા મુજબ ભૂમિકાને સ્પાઈનની બિમારી હતી મણકામાં સખત દુ:ખાવો થતો હતો ડોકટરની દવા પણ ચાલતી હતી પરંતુ કોઈ ફેર પડતો ન હતો. તેથી આકરુ પગલુ ભરી લીધુ હતું. બનાવ અંગે વરાછા પોલીસે આકસ્મીક મોત નોંધ કરી તપાસ હાથ ધરી છે.