તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરિયાવ કોલેજ આખરે હાઇકોર્ટમાં

વરિયાવ કોલેજ આખરે હાઇકોર્ટમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ હાલમાં ચાલી રહેલી એડમશિન પ્રક્રિયામાં વરિયાવ કોલેજને એફ.વાય.નાં એડમશિન ન આપવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયની વિરૂધ્ધમાં વરિયાવ કોલેજનાં ટ્રસ્ટીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. જો કે હજુ સુધી યુનિવર્સિટીને આ અંગે કોઈ સત્તાવાર નોટીસ મળી નથી. પરંતુ કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર હાઈકોર્ટમાં ૫મી તારીખે હિયરÃગ છે.
યુનિવર્સિટીએ પ્રથમ રાઉન્ડમાં વરિયાવ કોલેજને એક પણ એડમશિન ફાળવ્યા ન હતા. જેથી કોલેજનાં ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં યુનિવર્સિટીનાં વલણ અંગે કેસ કર્યો છે. જેમાં દાવો કર્યો છે કે યુનિવર્સિટીએ એડમશિન ન આપવા અંગે કોલેજને કોઈ પણ પ્રકારની માહિતી આપી ન હતી. અન્ય મુદ્દાઓને ટાંકીને વરિયાવ કોલેજે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. યુનિવર્સિટીની એલઆઈસી સમિતિએ અધ્યાપકોનાં પગારનાં મુદ્દે કોલેજને ૫૦ લાખ રૂપિયા યુનિવર્સિટીમાં જમા કરાવવા તેમજ અન્ય સુવિધાઓ પુરી પાડવા જણાવ્યું હતું. આ શરતો પુરી કરવાની શરતે કોલેજને ૨૦૧૨-૧૩ માટે જોડાણ આપવામાં આવ્યું હતું. જોકે કોલેજ આ શરતો પૈકી કોઈ શરતોનું પાલન નહિઁ કરતા આખરે યુનિવર્સિટીએ ૨૦૧૩-૧૪નાં એકેડેમિક વર્ષમાં વરિયાવ કોલેજને એફ.વાય.માં એડમશિન ન અપાવાનો નિર્ણય લીધો હતો.કોલેજે હજુ સુધી યુનિ. સાથે કોઈ ચર્ચા કરી નથી
^ વરિયાવ કોલેજ કોર્ટમાં ગઈ છે તેવી વાત સાંભળવા મળી છે. પરંતુ હજી સુધી યુનિવર્સિટીને કોઈ લીગલ નોટીસ મળી નથી. પ્રવેશ ન આપવાનાં નિર્ણય અંગે કોલેજે હજુ સુધી યુનિવર્સિટી સાથે કોઈ પણ વાતચીત કરી નથી.
જે.આર.મહેતા, કુલસચિવ, વીએનએસજીયુ.
અમને જાણ કર્યા વગર જ પ્રવેશ ન આપવાનો નિર્ણય
^ આ મેટર સબજયુડીશરી છે, એટલે કઈ બોલવા જેવું નથી. અમને કોઈ પણ જાતની જાણ કર્યા વીના યુનિવર્સિટીએ કોલેજને એડમશિન પ્રોસેસમાંથી બાકાત કરી નાખી છે. તેથી અમે કોર્ટમાં ગયા છીએ. ૫મી જુલાઈએ સુનવણી થવાની છે ત્યારે બધો ખ્યાલ આવશે.
જગદશિ ટેકરાવાલા, ટ્રસ્ટી, વરિયાવ કોલેજ