તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉધનામાંથી તમંચા સાથે ફરતા બે ઝબ્બે

ઉધનામાંથી તમંચા સાથે ફરતા બે ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનાના હેગડેવાડ સર્કલ પાસેથી બે ઈસમોને એક દેશી હાથ બનાવટના તમંચા સાથે ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉધના પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રિના ૧૦ કલાકે નાઈટ પેટ્રોલિંગમાં ડીસ્ટાફ હતો તે વેળા હેગડેવાડ સર્કલ પાસેથી શંકાસ્પદ અવસ્થામાં પસાર થતા બે ઈસમોને અટકાવી તપાસ કરતા એક પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. બંને આરોપીએ પોતાનુ નામ સચયુ ઉફેઁ કરણ રામઅવતાર રાય (૨૨) (રહે-આશાનગર, ઉધના) તથા સંજય ઉફેઁ મીઠ્યા પાટીલ (૨૮) (રહે-કર્મયોગી સોસા., પાંડેસરા) જણાવ્યું હતું. તેમની હથિયાર રાખવા અંગેનો કોઈ પરવાનો ન હોઈ ગેરકાયદે દેશી તમંચો પોતાની પાસે રાખ્યો હતો બંનેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.