• Gujarati News
  • કમલેશ મસાલાવાલાનો યુનિક વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ

કમલેશ મસાલાવાલાનો યુનિક વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીના લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાળાને યુનિક વર્લ્ડ રેકોર્ડસ-૨૦૧૩માં વિશ્વના પ્રથમ લાફ્ટર ટીચર તરીકે માન્યતા મળી છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં લાફ્ટર થેરાપીના સેશન શરૂ કર્યા બાદ કમલેશ મસાલાવાલાએ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ-૨૦૦૮માં સ્થાન મેળવ્યું હતું. હાલમાં એમને યુનિક વર્લ્ડ રેકોર્ડસ-૨૦૧૩ દ્વારા વિશ્વના પ્રથમ લાફ્ટર ટીચરની માન્યતા મળી છે. કમલેશ મસાલાવાલાએ અત્યારસુધીમાં ભારતભરમાં લગભગ સાત લાખથી પણ વધુ બાળકોને સ્કૂલ અને કોલેજમાં લાફ્ટર થેરાપી અંગેની ટ્રેનિંગ આપી છે.