તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્પધૉમાં હોલીવુડ મુવી પરથી ભજવાશે નાટક

સ્પધૉમાં હોલીવુડ મુવી પરથી ભજવાશે નાટક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોપોઁરેશન દ્વારા યોજાતી સુરતની ૪૨મી નાટÛસ્પધૉના પડઘમ વાગી ચૂકયા છે અને આ વખતે ઘણાં અલગ પ્રકારના નાટકો સુરતીઓ માટે આવી રહ્યાં છે. હવે સ્ક્રૂટિની યોજાશે અને ત્યારપછી સ્પધૉની તારીખ પણ નક્કી કરી દેવાશે. અત્યાર સુધીમાં બાવીસ ટીમે ફોર્મ ભયૉ છે અને નવા ગૃપ પણ જોડાયા હોવાને કારણે નાટÛ સ્પધૉ બરાબરની જામશે. સિટી ભાસ્કરે સુરતના ડ્રામા ગ્રુપ્સ સાથે વાત કરીને સ્પધૉમાં કયા પ્રકારના નાટક રજૂ કરવામાં આવશે એ બાબતે વાત કરી હતી.
આ કોમ્પિટિશનમાં આ વખતે સુરતમાં ૨૦૦૬માં આવેલા પૂરની પરિસ્થિતિનું વર્ણન કરતું નાટકભજવાશે તો જુની રંગભૂમિનું સુપરહિટ નાટક પણ ભજવાશે. આ વખતે ઓછા પાત્ર ધરાવતા નાટકો સ્પધૉમાં વધારે જોવા મળશે. જાણીતા દગિ્દર્શક કપિલ દેવ શુકલ માત્ર બે કેરેકટર વાળું નાટક ‘ખેલંદો’ રજુ કરવાના છે, જે પણ ગુજરાતી રંગભૂમીનું સૌથી સુપર હિટ નાટક છે.દેવાંગ જાગીરદાર, & ડિરેકટર
અમારા નાટકના બધા જ પાસા તદ્દન અલગ છે
આ વર્ષની નાટ્ય સ્પધૉ બીજા વર્ષ કરતા અલગ એ રીતે પડશે કે આ સ્પધૉમાં પ્રોફેશનલ નાટકો ઓછા અને સ્પધૉના સ્તર ધરાવતા કલાસિક નાટકો વધારે ભજવાશે. અમારું નાટક જાણીતા અંગ્રેજી નાટક ‘એકવોસ’ પરથી બનાવવામાં આવ્યું છે અને તેના લેખક પદ્મશ્રી સિતાંશુ યશેશ્ર્વંદ્ર છે. અમારા નાટકનો અભિનય, સ્ટેજ સેટિંગ, લાઈટિંગ અને પરિકલ્પના તદ્દન જુદી રીતે જ ડઝિાઇન કરી છે, કેવી છે એ જાણવા તમારે નાટક જ જોવું પડશે. પણ સુરતીઓને નાટક ગમશે એ વાત પાક્કી. દિનેશ ભગતજી, & ડિરેકટર
આ સ્પધૉમાં અમે ૨૦૦૬ના પૂર પર નાટક રજુ કરીશું
આ વખતે અમારું નાટક તદ્દન અલગ પ્રકારનું છે અને તે ૨૦૦૬ની રેલ પર બનાવવામાં આવ્યું છે. આ નાટક એ સમયની પરિસ્થિતિને દર્શાવશે. અમે સ્ટેજ પર એક શેરી કે મહોલ્લાના સૌથી ઊંચા મકાનની અગાસીનો સીન લીધો છે. આ અગાસી જે ઘર પર આવી છે તેની આજુબાજુના ઘરો ઘણાં નાના છે અને ત્યાં રહેતા બધાં જ લોકો આ ઘરની અગાશી પર આવી ગયા છે. હવે રેલના ચાર પાંચ દરમિયાન શું થાય છે અને આ અગાસી પર રહેતા લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને તેમના વચ્ચે કેવા સંબંધના અને સંજોગના સમીકરણો રચાય છે તે જોવાની સુરતીઓને ચોક્કસ જ મજા પડશે. દિલીપ ઘાસવાળા, & આરકેકે
સુરતીઓ, અમારા નાટકમાં આવતા ટિ્વસ્ટ ચૂકતા નહિઁ
અમારું નાટક ‘વાત એક રાતની’ અંગ્રેજી ફિલ્મ ઈનડિસન્ટ પ્રપોઝલ પરથી બનાવવામાં આવ્યું છે અને કાજલ ઓઝા-વૈધ્યે આ નાટકની સ્ક્રીપ્ટ લખી છે. આ નાટકમાં માત્ર ચાર કેરેકટર છે અને ડો. દિલીપ શાસ્ત્રી આ નાટકનું ડિરેકશન કરે છે. આ નાટકમાં બે મિત્રોની વાત છે, જેમાં એક કરોડોપતિ છે અને બીજો સામાન્ય સ્થિતિનો છે. સામાન્ય સ્થિતિ ધરાવતા મિત્રનું શેર માર્કેટનું વિ®લેષણ સારું હોય છે અને તેની મદદથી કરોડપતિ મિત્ર ઘણાં નાણાં કમાતો હોય છે અને એક વાર નફો વેચવાની શરતે ત્રીસ કરોડ રૂપિયા રોકે છે અને નુકસાન થાય છે. આથી કરોડ પતિ મિત્ર બીજા મિત્ર પાસે વળતર માગે છે અને તે વળતર આપવામાં સક્ષમ ન હોવાથી કરોડ પતિ મિત્ર પ્રપોઝલ મૂકે છે કે તે તેની પત્નીને ૨૪ કલાક માટે ઘરે મોકલી આપે, પછી આવતા ટિ્વસ્ટ માણવા જેવા છે.