તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાઠીની ઇમારતો બનાવતો ગોધરાનો યુવક

કાઠીની ઇમારતો બનાવતો ગોધરાનો યુવક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા કારીગરો સનમાઇકા, લોખંડ, ફાઇબર કે લાકડાંમાંથી અનેક સાધનો બનાવતા હોય છે, પરંતુ ગોધરાનો એક યુવાન કુલ્ફીની કાઠીમાંથી કલાત્મક ઇમારતો બનાવી સૌને દંગ કરી દે છે.
૨૧વર્ષીય અરવિંદ નારાણ રોશિયાએ શોખ ખાતર મોટી-મોટી ઇમારતો કુલ્ફીની કાઠીઓમાંથી બનાવી છે, તેણે ‘ભાસ્કર’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, નાની-નાની વસ્તુ જીવનમાં ઘણી બધી રીતે ઉપયોગી બનતી હોય છે. ફેવીકોલનો ઉપયોગ કરીને આ લાકડીઓની મદદથી મારી કલ્પનાને સાકાર કરી અવનવા નમુના બનાવું છું, જેમાં રંગબેરંગી લાઇટો પણ મૂકું છું. તેમજ દરવાજા અને બારીઓમાં બ્લેક કાચનો ઉપયોગ કરું છું. તેમજ ઝૂલાઓ પણ મૂકી આબેહૂબ તૈયાર કરું છું. તમે મને ગમે તે ઇમારતનો ફોટો આપો હું તેને આબેહૂબ બનાવી આપું છું.
અરવિંદનો મુખ્ય વ્યવસાય ઇમારતોને કલર કરવાનો છે, ત્યારે આ વ્યવસાય સાથે આ શોખ કેવી રીતે લાગ્યો, તે અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, ૧૬ વર્ષની વયે જ્યારે શાળામાં શિક્ષકે પરીક્ષા દરમિયાન ઘરેથી કોઇપણ વસ્તુ બનાવવાનું કહ્યું હતું, ત્યારે મારા મિત્રોએ માટીમાંથી અવનવી વસ્તુઓ બનાવી હતી, ત્યારે મેં નક્કી કર્યું હતું કે, ભણવામાં ભલે હોશિયાર ન હોઇએ પણ કલામાં હું મારી આવડત દેખાડી દઇશ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીશ.
બસ ત્યારે ગામમાંથી કુલ્ફીની કાઠીઓ વીણી અને તેમાંથી એક ઇમારત બનાવી અને ત્યારથી આ શોખ જાગ્યો છે. મારી બનાવેલી ઇમારતોની પ્રખ્યાતિ વિદેશમાં પણ છે. મારી કલાને જોવા અનેક લોકો ઘરે પણ
આવતા હોય છે.