તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આમરવાંઢમાં તાવના વધુ ર૦ કેસ : આરોગ્ય ટીમના ધામા

આમરવાંઢમાં તાવના વધુ ર૦ કેસ : આરોગ્ય ટીમના ધામા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના આમરવાંઢ ગામે છેલ્લા દોઢ માસથી તાવને લીધે પાંચ જણનાં મોત થયાં છે, જેના પગલે રાજકોટ અને જામનગરથી આવેલી ટીમે તપાસ આદરી હતી, જેમાં કુલ વીસ જેટલા વધારે તાવના કેસ જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગના ડો. ભાર્ગવે કહ્યું કે, આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં બહારની ટીમ સાથે સ્થાનિકે આરોગ્ય તંત્રના તબીબો અને અદાણી મેડિકલ કોલેજના ડોકટરોની રેપિડ એકશન ટીમ આમરવાંઢ ગઇ હતી અને કુલ ૬૦ જેટલા દર્દીને સઘન તપાસ કરાઇ હતી, તેમણે રિપોર્ટ ચકાસણી અર્થે રાજકોટ મોકલાયા હોવાનું કહ્યું હતું, જેનું રઝિલ્ટ બુધવારે આવશે અને તેના આધારે કયો તાવ છે, તે કહી શકાય. ગામમાં હાલતા તાવને રોકવાના ઉપાયો પણ શરૂ થયા છે અને લોકોને તેનાથી અવગત કરાઇ રહ્યા છે.