તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંજારની ઉ.માધ્યમિક શાળામાં શિક્ષકોને અચાનક છુટા કરાયા

અંજારની ઉ.માધ્યમિક શાળામાં શિક્ષકોને અચાનક છુટા કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજી પ્રાથમિક શિક્ષણ માટે સક્રિય પ્રયાસ કરી રહી છે, તેવામાં જાણે ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું જાણે કોઇ મહત્વ ન હોય, તેમ અંજારની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં સત્રના આરંભે જ ત્રણ શિક્ષકને છુટા કરી દેવાતાં ધોરણ ૧૧ અને ૧૨ના ૧૫૦ જેટલા વિદ્યાર્થીનું ભાવિ હાલે અંધકારમય ભાસી રહ્યું છે. નગરપાલિકા સંચાલિત આ શાળામાં ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગ માટે સરકારી ગ્રાન્ટ ફાળવાઇ નથી, જેમાં ૧૫૦ જેટલા છાત્રને શિક્ષણ આપી રહેલા ત્રણ શિક્ષકને પૂર્વ નિમણૂંક આપ્યા વિના છુટા કરી દેવાતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એકાએક આવું પગલું ભરાતાં શિક્ષક સમાજમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. નિર્ણયનું કારણ જાણવા નગર પ્રમુખનો ટેલફિોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. કારણ જે હોય તે, પણ હાલે ૧૫૦ જેટલા વિદ્યાર્થીની હાજરી પૂરી રજા આપી દેવાય છે.