તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બસની રાહ જોઇને ઊભેલા યુવક પાસેથી મોબાઇલની ચીલઝડપ

બસની રાહ જોઇને ઊભેલા યુવક પાસેથી મોબાઇલની ચીલઝડપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદપિુર નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન બેે દિવસ પૂર્વે રાત્રિના સમયે બસની રાહ જોઇ ઊભો હતો અને મોબાઇલથી કોઇની સાથે વાતચીત કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ અજાણ્યા બે બાઇકસવાર ત્યાં આવી ચડયા હતા અને યુવાન પાસેથી લગભગ રૂ. ૨૫ હજારનો ગણી શકાય એવો કિંમતી મોબાઇલ લૂંટી ફરાર થઇ ગયા હતા. યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બાઇકસવાર ગેંગની શોધખોળ હાથ ધરી છે.
આઅંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વગિતવાર માહિતી મુજબ, આદપિુરના વોર્ડ નં ૪/એમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો સાગર કમલકાંત નાયક (ઉ.વ.૨૩) તા. ૨૭ જૂનના મોડી રાત્રિના ૧૧:૩૦ વાગ્યે નીલકંઠનગર, રેલવેલાઇન પુલિયા પાસે ઘરે જવાનું હોવાથી બસની રાહ જોઇ ઊભો હતો, ત્યારે તેને મોબાઇલમાં કોઇકનો ફોન આવ્યો હતો જેથી તે ફોન કરનારા સાથે વાત કરી રહ્યો હતો. આ સમયે કોઇ અચાનક જ અજાણ્યા બે શખ્સ બાઇક પર ત્યાં ધસી આવ્યા હતા અને સાગર કંઇ સમજે કરે તે પહેલાં જ તેના હાથમાં રહેલો મોંઘો મોબાઇલ ઝૂંટવીને અંધારાંમાં રફુચક્કર થઇ ગયા હતા. આ ઘટના ઘટયા બાદ લૂંટનો ભોગ બનનાર યુવાને રવિવારના પોલીસમાં નિવેદન આપતાં પોલીસે ૨૫ હજારના મોબાઇલની ચીલઝડપની ફરિયાદ નોંધી વધુ તપાસ
હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આદપિુરની હદમાં ચીલઝડપના બનાવ બન્યા છે. ઘટના બની ગયા બાદ પોલીસે થોડો સમય સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેથી ગેંગ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસને પકડવામાં સફળતા મળી ન હતી. થોડા સમય બાદ ફરી એકવાર ગેંગ સક્રિય થઇ છે, ત્યારે પોલીસે તેને ઝડપી લેવી અનિવાર્ય બન્યું છે.