• Gujarati News
  • જખાૈમાં રાશનકાર્ડમાં ફિંગરપ્રિન્ટ મેચ ન થઇ

જખાૈમાં રાશનકાર્ડમાં ફિંગરપ્રિન્ટ મેચ ન થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકામાં હાલે નવા રાશનકાર્ડ વિતરીત થઇ રહ્યા છે, જેમાં ઉંમરમાં ભૂલ હોવી કે ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની સમસ્યા ઊભી થઇ છે. તેને લીધે લોકોને અનાજ મળવામાં હાલાકી થતી હોવાની ફરિયાદ છે.
જખાૈ ગામમાં હાલ નવા બારકોડેડ રાશનકાર્ડ મળ્યા છે, જેમાં નિયમાનુસાર જખાૈ સેવા સહકારી મંડળી તરફથી ઘઉં, ચોખા અને કેરોસીન મળે છે, પરંતુ તે પૂર્વે રાશન લેવા માટે પ્રથમ ગ્રામ પંચાયતમાં જઇ ગ્રાહકે કાર્ડ બતાવી ઓનલાઇન ફિંગરપ્રિન્ટ આપવાના હોય છે. કમ્પ્યૂટરમાંથી મળવાપાત્ર ફોટો અને રૂપિયા દર્શાવતું કૂપન નીકળે છે. આ કૂપન લઇને સેવા સહકારી મંડળીમાં જઇ રાશન કે કેરોસીન મળે છે. વીજળીની સમસ્યા હોવાથી ઓનલાઇન કૂપન નીકળવામાં મુશ્કેલી સર્જાય છે. એટલું જ નહીં, પરંતુ નેટવર્કના પ્રોબલેમના લીધે પણ ઓછાં કૂપન નીકળે છે.
વળી, જખાૈમાં ૬૦ ટકા લોકોના ફિંગરપ્રિન્ટ મેચ ન થવાથી કેરોસીનના કાળાબજાર થાય છે. પાંચ લિટર કેરોસીન માટે બેથી ત્રણ દિવસ કૂપન લેવા લાઇનમાં ઊભા રહેવું પડે છે. પાંચ લિટર કેરોસીન રૂ. ૫૦માં પડે છે, પરંતુ કાળા બજારમાં પાંચ લિટરના ભાવ રૂ.૫૦૦ થયા છે. જોકે, તંત્ર દ્વારા કૂપન મળી રહે, તે માટે જખાૈ
ગ્રામ પંચાયત અને સહકારી
મંડળી રાત્રિના મોડે સુધી સેવા આપે છે.