તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નખત્રાણામાં સાડા આઠ લાખના ખર્ચે બોરનું કામ શરૂ

નખત્રાણામાં સાડા આઠ લાખના ખર્ચે બોરનું કામ શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાની પાણી સમસ્યા હળવી બનાવવા માટે મંજૂર થયેલા બોરનું કામ શરૂ થયું છે. ધારાસભ્ય છબીલભાઇ પટેલ પાસે તાજેતરમાં ગામના પ્રતિનિધિઓ તરફથી કરવામાં આવેલી રજૂઆતોના પ્રતિસાદરૂપે ગામની દક્ષિણમાં ૮,૫૦,૦૦૦ (આઠ લાખ પચાસ હજાર)ના ખર્ચે બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બોર શરૂ થવાથી ગામની પાણીની સમસ્યા હળવી બનશે.
આ પ્રસંગે ડો. શાંતિલાલ સેંઘાણી, અરવિંદ લીંબાણી, ઉપસરપંચ વેલજીભાઇ વાઘેલા, મામદ હિઁગોરા, વિનોદભાઇ ખેતાણી, અનીલ નાયાણી, ગ્રા.પં.ના સભ્યો, અગ્રણીઓ, લોહાણા સમાજના પ્રમુખ રમેશભાઇ દૈયા વગેરે હાજર રહ્યા હતા, તેમજ ગામની જરૂરિયાતો અને માગણીઓનું આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.