તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ‘નખત્રાણામાં મામલતદારની નિમણૂંક કરો’

‘નખત્રાણામાં મામલતદારની નિમણૂંક કરો’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા જેવા મહત્વના તાલુકામાં મામલતદારની જગ્યા છેલ્લા પાંચેક માસથી ખાલી હોતાં અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે તાકીદે નિમણૂંક કરવા શહેરના નાયબ કલેકટર સમક્ષ માંગ કરાઇ છે.
આ જગ્યા ખાલી હોવાથી અબડાસાના મામલતદારને ચાર્જ અપાયો છે, પરંતુ તેઓ અઠવાડિયામાં એક જ વાર આવતા હોઇ લોકોના મહેસૂલી કામો ટલ્લે ચડે છે.
ઇ-ધરા કેન્દ્રને લગતાં કામો, રાશનકાર્ડમાં નામ સુધારાણા તેમજ મધ્યાહ્ન ભોજન કેન્દ્રોના સંચાલકોની ભરતી સહિતના કાર્યો થતાં નથી. આ સમસ્યાના નિવારવા કાયમી મામલતદાર નિમાય તેવી માંગ અબડાસા યૂથ કોંગ્રેસના પ્રમુખ જુવાનસિંહ જાડેજાએ કરી છે.