તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હેિટ્રકમાં ૧૦૨૫ પોઇન્ટનો ધરખમ ઉછાળો

હેિટ્રકમાં ૧૦૨૫ પોઇન્ટનો ધરખમ ઉછાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સળંગ ત્રણ સપ્તાહની મંદીમાં ૧૨૨૦ પોઇન્ટના કડાકામાંથી સેન્સેક્સે ૧૦૨૫ પોઇન્ટની રિકવરી ત્રણ ટ્રેડિઁગ સેશનમાં જ હાંસલ કરી લીધી છે જે નાનીસૂની વાત ના ગણાય. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે ૫૯૦૦ પોઇન્ટની સપાટી ક્રોસ કરી ૫૯૦૪ પોઇન્ટ થઇ ગયો હતો. કરન્સી માર્કેટમાં રૂપિયાની ડોલર સામેની રિકવરી, વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ અને જુનમાં એચએસબીસી પીએમઆઇ સ્થિર રહ્યો છે.
બીએસઇ સેન્સેક્સ ૧૮૧.૫૮ પોઇન્ટના સુધારા સાથે ૧૯૫૭૭.૩૯ પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-૫૦ પણ ૫૬.૬૫ પોઇન્ટ સુધરી ૫૮૯૮.૮૫ પોઇન્ટ બંધ રહ્યો છે. ટેક્નિકલી નિફ્ટીએ ૫૮૭૫ પોઇન્ટની પ્રતિકારક સપાટી ક્રોસ કરી લીધી છે જે આગામી બે દિવસ સુધી જળવાઇ રહે તે જોવાનું રહેશે. સેન્સેક્સ બેÍડ ૩૦ પૈકી ૨૪ સ્ક્રીપ્સમાં સુધારો, સ્મોલ/મિડકેપ સેગ્મેન્ટમાં સુધરેલી સ્ક્રીપ્સની વધેલી સંખ્યા તેમજ કુલ ટ્રેડેડ ૨૫૦૬ પૈકી ૧૬૧૧ એટલે કે ૬૪.૨૯ ટકા સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ અને ટૂંકા ગાળાનું માર્કેટ સેિન્ટમેન્ટ બન્ને સુધારાના સંકેતો આપી રહ્યા છે. તેને વિદેશી નાણાકીય સંસ્થાઓની છેલ્લા બે ટ્રેડિઁગ દિવસોથી લેવાલી અને વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલનો ટેકો સાંપડી રહ્યો છે. યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં સપ્તાહની શરૂઆત સુધારા સાથે રહી હતી. આજે રિયાલ્ટી ઇન્ડેકસ સૌથી વધુ ૫.૨૬ ટકા, ત્યાર પછીના ક્રમે કેપિટલ ગુડ્સ ૨.૭૭ ટકા, પાવર ઇન્ડેકસ ૨.૭૭ ટકા અને એફએમસીજી ઇન્ડેકસ ૨.૧૧ ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા. જોકે ઇન્ફોસિસ વર્ષ ૨૦૧૪ માટેના ગાઇડન્સમાં ૪-૬ ટકાનો ઘટાડો કરે તેવી શકયતા હોવાના મોર્ગનના સ્ટેટમેન્ટના પગલે ઇન્ફોસિસ ૧.૮૩ ટકા અને આઇટી ઇન્ડેકસ ૧.૬૦ ટકા ઘટયા હતા.
૩૫ સ્ક્રીપ્સ ટીટુટીમાં ખસેડાઈ
મુંબઇ શેરબજારે ટીસીઆઇ ઇન્ડ., રિલાયન્સ બ્રોડકાસ્ટ, વીકેએક પ્રોજેકટ, ઇન્ડિયા બુલ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, એમકે ગ્લોબલ, જય હિન્દ સિન્થેટીકસ, સિટાડેલ રિયાલ્ટી, એફસીએસ સોફ્ટવેર, ગાયત્રી બાયોઓર્ગેનિકસ, શ્રી લક્ષ્મી કોટ્સીન, ઇન્ટીગ્રા ઇન્ફ્રા. સહિત ૩૫ સ્ક્રીપ્સને
તા. ૫મી જુલાઇથી ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં ખસેડવાની જાહેરાત કરી છે. સિર્કટ લિમિટ ૫ ટકા રહેશે.
વેચાણો ઘટયાં હોવા છતાં ઓટો શેર્સમાં સુધારાની ચાલ
ઓટો સેકટરની મોટાભાગની કંપનીઓના જુન માસના વેચાણો અને નિકાસમાં ઘટાડાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. મારૂતિના વેચાણો ૧૨.૬ ટકા ઘટયા હતા. પરંતુ ઇન્ડેકસ બેÍડ ૧૧ પૈકી સાત શેર્સમાં સુધારાની ચાલ રહી હતી.
ઓટો શેર્સમાં આગેકૂચ
કંપની બંધ સુધારો
મારૂતિ ૧૬૦૫.૨૫ ૪.૩૭
તાતા મોટર્સ ૨૮૯.૬૫ ૨.૯૧
હીરો મોટો ૧૬૯૮.૫૦ ૨.૧૮
અશોક લેલેન્ડ ૨૦.૬૫ ૨.૭૪
સેન્સેક્સ પેકની સ્થિતિ
કંપની બંધ +/-
રિલાયન્સ ૮૮૨.૮૦ +૨.૪૩
સ્ટેટ બેન્ક ૨૦૧૫.૬૦ +૩.૧૭
સ્ટરલાઇટ ૮૬.૭૫ +૩.૮૯
ઇન્ફોસિસ ૨૪૪૭.૫૫ -૧.૮૩
રિયાલ્ટી શેર્સ મજબૂત
કંપની બંધ સુધારો
એચડીઆઇએલ ૪૧.૫૫ ૧૧.૩૯
ઇ.બુ.રિ. ૬૮.૭૫ ૮.૯૫
ઓબેરોય ૨૧૫.૮૦ ૯.૪૯
યુનિટેક ૨૩.૨૫ ૯.૯૩
સ્ટોક સ્પેસિફિક એપ્રોચ
આરકોમ : કંપનીએ એક અબજ ડોલરની બે લોન ભરપાઇ કરી દીધી હોવાના અહેવાલો પાછળ શેરના ભાવમાં આજે ૧૨.૧૯ ટકાનો ઉછાળો હતો.
જેપી ઇન્ફ્રા.: એક મહિનામાં રૂ. ૪૬.૬૦ ટકાનું ગાબડું નોંધાવ્યા બાદ આજે ૧૬.૯૮ ટકાના ઉછાળા સાથે રૂ. ૨૪.૮૦ બંધ રહ્યો હતો.
યુના. બ્રુવરીઝ યુનાઇટેડ જુથમાં છેલ્લા એક મહિનાથી ઊથલપાથલ છે. આ શેરમાં ૧૪.૦૬ ટકાના ઉછાળા સાથે રૂ. ૮૨૪.૨૦ હતો.
તાતા કોમ.: કંપનીએ એટીએમ ઇન્સ્ટોલ કરવાની શરૂઆત કરી હોવાના અહેવાલો પાછળ રૂ. ૧૩.૧૧ ટકાના ઉછાળા સાથે રૂ. ૧૭૭.૭૫ બંધ હતો.