તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ક્રેડિટ સ્કોરને પ્રભાવિત કરતી બે ખાસ વાતો

ક્રેડિટ સ્કોરને પ્રભાવિત કરતી બે ખાસ વાતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યારે તમે બેન્કમાં લોન લેવા જાવ ત્યારે એમ ન સમજતા કે આપણા દેશમાં ક્રેડિટ સ્કોરને મહત્વ આપવામાં નથી આવતું માત્ર પશ્ચિમના દેશોમાં જ તેને ગણતરીમાં લેવામાં આવે છે. તમે ભલે તમારી લેવડ-દેવડનો હિસાબ ન રાખી શકતા હો પણ તે ડેટાબેઝમાં રહે છે. જ્યારે પણ તમે લોન માટે અરજી કરો છો ત્યારે તમે તમારી લોનની ચુકવણી માટે કેટલા સજાગ છો તેની ચકાસણી કરવામાં આવે છે. આપણા દેશમાં ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો લિ. (સિબિલ) લોનની અને ક્રેડિટ કાર્ડની ચુકવણી ઉપર નજર રાખતી સંસ્થા છે. સાથે સાથે તે ક્રેડિટ સ્કોર પણ આપે છે. આ સ્કોર તે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને માસિક ધોરણે આપે છે. તમારા ક્રેડિટ સ્કોરને બે ખાસ વાતો પ્રભાવિત કરી શકે છે. તે અંગે તમારે હંમેશાં સાવધાની રાખવી જોઇએ. પહેલી વાત એ કે તમે કેટલી રકમની લોન લેવાને લાયક છો તે અને ક્રેડિટ કે જેટલી રકમ હાલમાં તમે ઉધાર લઈ રાખી છે.
ક્રેડિટ ગણતરીની પ્રક્રિયા : આને ઉદાહરણનાં રૂપે સમજીએ તો મુકેશ મુંબઈમાં એક સરકારી કર્મચારી છે. તેની પાસે બે અલગ અલગ બેન્કોના ક્રેડિટ કાર્ડ છે. પ્રત્યેકની ક્રેડિટ રૂ. ૧ લાખની છે. માની લો કે મુકેશ એક કાર્ડ ઉપર રૂ. ૮૦ હજાર ઉછીના લે છે એનો મતલબ એ થયો કે તે કાર્ડની ક્રેડિટ લિમિટના ૮૦ ટકાનો તે ઉપયોગ કરે છે. તે ચાહે તો કાર્ડની રૂ. ૧ લાખની તમામ લિમિટનો ઉપયોગ પણ કરી શકે છે. પણ તેના કારણે ક્રેડિટ સ્કોર ઉપર અસર પડશે તેથી તેમ કરવું યોગ્ય નથી. યોગ્ય એ રહેશે કે તમે તમારી ક્રેડિટ લિમિટના ૫૦ ટકા કે તેના કરતાં ઓછો ખર્ચ કરો. જો મુકેશને રૂ. ૮૦ હજારની જરૂર હોય તો તે રકમને બે હિસ્સામાં વહેંચી શકે છે અને બંને કાર્ડ મારફતે રૂ. ૪૦-૪૦ હજાર ઉપાડી શકે છે. તેના કારણે બંને કાર્ડની લિમિટની ટકાવારી ૪૦ની થઈ જશે.
ઉધાર લેવાની લાયકાત કેવી રીતે સુધારશો?
@ તમને લોન આપનારી બેન્ક કે ક્રેડિટ કાર્ડ કંપનીને તમારા ખાતાનું યોગ્ય સ્ટેટમેન્ટ આપવા માટે જણાવો. આનો મતલબ એટલો જ છે કે તમે કેટલી રકમ ઉધાર લીધી છે અને બીજી કેટલી રકમ લઈ શકો છો તેની સ્પષ્ટ માહિતી સ્ટેટમેન્ટમાં હોવી જોઇએ.
@ એક જ પ્રોડકટ ઉપર ઘણીબધી લોન ન લેવાય તેનું ધ્યાન રાખો. જેમ કે હોમલોન , પર્સનલ લોન વગેરે. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની લોન અનસિકયોર્ડ લોન ગણાય છે. આવી શ્રેણીમાં વધુ લોન લઈ રાખી હોય તો તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે.
@ નવી લોન માટે અરજી કરતાં પહેલાં જુની લોનને ચૂકવી દો. તેના કારણે તમારું દેવું ઘટી જશે. એક જ સમયમાં અનેક લોન લેતાં નહીં. તેની વપિરીત અસર તમારા સિબિલના સ્કોર ઉપર પડશે.
આ કેટલાક એવા ઉપાય છે કે જેના કારણે તમને તમારી ઉધારી ઉપર કાબૂ રાખવાનો પાઠ મળે છે. તમારો ક્રેડિટ સ્કોર સ્વસ્થ રાખવા માટે તમારી કુલ આવકના ૩૦થી ૪૦ ટકા કરતાં વધુ ઉધારી ન કરો.
લેખક ૃૂખ્kૃૂzૂૂચ્.ેગ્કના સીઈઓ છે.
ૂૈોૌ^.જોettન્@ૈૂૌખ્ૌkૃોૂજkૂચ્gચ્ગ્ણ્ઘ્.ેગ્ક