તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કચ્છના વીજ ગ્રાહકોમાં તકરાર નિવારણ માટે જાગૃતિનો અભાવ

કચ્છના વીજ ગ્રાહકોમાં તકરાર નિવારણ માટે જાગૃતિનો અભાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં વીજ વપરાશ કરતા ગ્રાહકો પોતાની ફરિયાદ નિવારવા ભુજ સ્થિત ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રનો સંપર્ક કરતા નથી, જે એવું સૂચવે છે કે, આ અંગે જાગૃતિનો અભાવ છે અથવા તો તમામ વીજ વપરાશકારો વીજ કંપનીની સેવાથી સંતુષ્ટ છે, તેવો અભપિ્રાય કચ્છમાં વીજ સ્થિતિની સમીક્ષા કરવા આવેલા ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિટીના ચેરમેન તેમજ રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રના ચેરમેને વ્યક્ત કર્યો હતો.
મુન્દ્રાના અદાણી અને ટાટા પાવર સ્ટેશન તેમજ સામખિયાળીમાં પવનચક્કી આધારીત વીજ મથકોની મુલાકાત લઇને ભુજ આવેલા જર્કના ચેરમેન પી.કે. મિશ્રાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, કચ્છના વીજ ગ્રાહકો પોતાની ફરિયાદો માટે ઉદાસીન જણાય છે, જેના માટે કદાચ જાગૃતિનો અભાવ હોઇ શકે. ગેટકોના ૬૬ કે.વી. સબ-સ્ટેશન ચોકીદાર વહિોણા હોવાની વાત અંગે પોતે માહિતગાર ન હોવાનું કહેતાં ઉમેર્યું હતું કે, આ બાબતે વિગતો મેળવી ગેટકોના એમ.ડી.નું ધ્યાન દોરીશ.
ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રના ચેરમેન એ.એમ. ઢેબરે જણાવ્યું હતું કે, ભુજ સ્થિત જિલ્લાના તકરાર નિવાણ કેન્દ્રમાં છેલ્લા ત્રણ માસમાં માત્ર ૧૧ અરજી આવી છે. આટલી ઓછી ફરિયાદ આવતી હોવાના કારણે નિયમ મુજબ યોજવાની સાપ્તાહિક બેઠક મુલતવી રાખવી પડે છે, તે સાથે તેમણે વીજ ગ્રાહકોને સેવાલક્ષી કોઇ પણ ફરિયાદ હોય, તો ભુજ સ્થિત કચેરીનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો. અધિક્ષક ઇજનેર જી.જી. પિઢયાર, કાર્યપાલક ઇજનેર અશોક મહેતા અને નાયબ અધિક્ષક નયન જોષીએ પૂરક માહિતી આપી હતી.