તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્વાતંત્રય દિનની ઉજવણીના ભાગરૂપે

સ્વાતંત્રય દિનની ઉજવણીના ભાગરૂપે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના આગામી સ્વાતંત્રય દિનની ઉજવણી કચ્છ જિલ્લાના મુખ્ય મથકે થઇ રહી છે, ત્યારે જિલ્લાના દરેક વિભાગ અને કર્મચારીઓ, અધિકારીઓનું યોગદાન રહે તે માટે મનોમંથન શરૂ થયું છે, તે મુજબ ૧ ઓગસ્ટના કચ્છ જિલ્લાના સુધરાઇ વિસ્તારમાં તરૂયાત્રા યોજાશે.
કલેકટર હર્ષદ પટેલ અને વિકાસ અધિકારી આર.જી. ભાલારાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્રય દિનની ઉજવણી કરવા તંત્રના જુદાજુદા ભાગોને આપેલી સૂચના મુજબ નગરપાલિકાના કુલ ૬૫ વોર્ડમાં ૧.૨૭ લાખ ઘરને આવરી લેવા ૨.૮૫ લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે.
તરૂયાત્રાના કોડિeનેટર અને સંકલિત જળસ્ત્રાવ યોજનાના પ્રોજેક્ટ મેનેજર અમરશિ પટેલે કાર્યક્રમનું આયોજન કર્યું છે. જિલ્લાના છ વોર્ડમાં ૬૭ તરૂરથ વૃક્ષારોપણ માટે ફરી વળશે. તરૂરથ સાથે નગરસેવકો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે. તેમની સાથે નગરની ગણમાન્ય વ્યક્તિઓ પણ ભાગ લઇ વૃક્ષારોપણનું મહત્વ લોકોને સમજાવશે. ઘર ઉપરાંત અગત્યના સ્થાનિક વિસ્તારોને પણ આવરી લેવાશે, જેમાં ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ કરાયો છે. તરૂયાત્રા દરમિયાન વૃક્ષજતન સમૃદ્ધ વતન, વૃક્ષવૃિદ્ધ લાવે સમૃિદ્ધ, વેર માટે તરૂ તરે, ઇશ્ર્વર-અલ્લાહ એક છે વૃક્ષ તેનું પ્રતીક છે. ઓછાં બાળવૃક્ષ અપાર, મેઘરાજાને મનાવવાના સૂત્રો દ્વારા શેરીઓ ગૂંજી ઉઠશે.