તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બફારા વચ્ચે ભુજમાં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું

બફારા વચ્ચે ભુજમાં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુલાઇ માસ શરૂ થઇ ચૂકયો છે અને હવે અષાઢ માસને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચાલુ સીઝને ગરમી તો જામી નહીં અને શરૂઆતી દિવસોમાં વરસાદ પડી ગયા બાદ હવે ઉકળાટ અને બફારાનું સામ્રાજ્ય છવાયેલું છે. જોકે, તાપમાન ઉંચું ન રહેતાં ગરમી વર્તાતી નથી, પરંતુ અકળામણ જારી રહી છે. આજે સોમવારે ભુજમાં કેટલાક વિસ્તારમાં ભાદરવાના ભૂસાકા જારી રહયા હતા, જેને કારણે દિવસ દરમિયાન બફારા સાથે લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા.
હવે કચ્છવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઇ રહયા છે, ત્યારે આજે ભુજમાં ક્યાંક-ક્યાંક ભારદવાના ભૂસાકા જેમ ઝરમરિયાથી હળવું ઝાપટું પડયું હતું, જેને કારણે માર્ગો ભીના થયા હતા, તો દિવસભર વાદળાં અને સૂર્ય વચ્ચે સંતાકૂકડી જારી રહી હતી.