તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માધાપર જૂનાવાસની પાણી સમસ્યા હવે હળવી થશે

માધાપર જૂનાવાસની પાણી સમસ્યા હવે હળવી થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપર જૂનાવાસની પાણી સમસ્યા હવે હળવી થશે. પૂરતા પાણીના સ્ટોરેજ તથા પાણીની લાઇનો માટે વાસ્મો યોજનામાં રૂ. ૩,૧૬,૩૨,૭૬૦ના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
મેઇન સપ્લાય ૩૦૦ એમ.એમ., ૬ કિ.મી. ૨૫૦ એમ.એમ.ના, ૧.૪ કિ.મી. તથા ૧૫૦ એમ.એમ.ના ડી.આઇ.પાઇપ, ૧.૩ કિ.મી. તેમજ ભાદરકા સોસાયટી પાસે, શિવ મંદિરની ટેકરી પર ૧૦ લાખ લિટર, નરનારાયણનગર પાંચ લાખ લિટર તથા વેમ્લીપાર્કમાં પાંચ લાખ લિટર પાણીનો સમ્પ તથા વેમ્લીપાર્ક ૧ લાખ લિટરનો ઓવરહેડ ટેન્ક વગેરે કામગીરી માટે રૂ. ૩,૧૬,૩૨,૭૬૦ની યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે અને ટૂંક સમયમાં વહીવટી મંજૂરી મળશે. આ માટે રૂ. ૩૧,૬૩,૦૦૦ લોક ફાળો નિયમ મુજબ ૧૦ ટકા ભરવામાં આવશે.
માધાપર માટે નર્મદાનું પાણી, નવા સમ્પ, ફલ્ટિર પ્લાન્ટ, રૂ. ૫.૫ કરોડની યોજનામાં પાણીની લાઇનનું કામ, માધાપર સથવારા વાસમાં પાણીની લાઇન તથા પાણીના ટાંકાનું કામ પૂરજોશમાં ચાલુ છે, જે માટે રૂ. આઠ લાખ પાણી પુરવઠા બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે. માધાપર મતિયા કોલોની માટે રૂ. ૩૧ લાખની પાણી પુરવઠાની યોજનામાં સમ્પથી પાણીની લાઇન તથા પાણીના ટાંકાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
માધાપર જલારામ સોસાયટી પાણીની લાઇન તથા ઓવરહેડ પાણીના ટેન્ક (બે લાખ લિટર) રૂ. ૪૦ લાખ પાણી પુરવઠાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે, જેનો લોકફાળો રૂ. ચાર લાખ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, જેની ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે.