તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બે સામે જાહેરનામા ભંગની ફરિયાદ

બે સામે જાહેરનામા ભંગની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકાના ભીમાસર નજીક થયેલી લૂંટને પગલે પોલીસે બહારના રાજ્યમાંથી સ્થાયી થયેલા મજૂરોની યાદી ન આપનારી કંપની અને કોન્ટ્રાકટરો સામે જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રવિવારના આદપિુર પોલીસની ઝપટે બે કોન્ટ્રાકટર ચડી ગયા હતા.
રાજ્યમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફને પગલે સરકારે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં કામધંધાથેg સ્થાયી થયેલા લોકોની કે મકાન ભાડે આપનારાની સંબંધિત પોલીસમથકમાં નોંધ કરાવવાનું જાહેરનામું બહાર પાડયું છે, તેવામાં શનિવારે રાત્રિના ભીમાસર નજીક થયેલી લૂંટને પગલે એસપી દિવ્ય મશિ્રએ તમામ પોલીસમથકોને ખાનગી કંપનીમાં ચેકિંગ કરવા હુકમ કર્યો છે, જેને પગલે આદપિુર પોલીસે એલએન્ડટી કંપનીમાં મજૂરો પૂરા પાડતા નવા અંજારના વિકાસ વિષ્ણુસિંહ તથા મેઘપર (બો)ના દિનેશ પંડિતે આ અંગેની પોલીસમાં જાણ ન કરતાં બન્ને કોન્ટ્રાકટર સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરી છે.