તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રામબાગ રોડ પર ખોદકામથી કેબલ કપાયા : સેંકડો ડબલાં મૂંગાં

રામબાગ રોડ પર ખોદકામથી કેબલ કપાયા : સેંકડો ડબલાં મૂંગાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદપિુરના રામબાગ રોડ પર આવેલા એસઆરસી પાસે નગરપાલિકાએ પાણીની લાઇન નાખવા જેસીબીથી આડેધડ ખોદકામ શરૂ કરી દેતાં સેંકડો ટેલફિોનના ડબલાં છેલ્લા બે દિવસથી મૂંગાં થઇ ગયાં છે. આપાતકાલીન પરિસ્થિતિમાં મહત્વના એવા રામબાગ હોસ્પિટલ, આદપિુર પોલીસ સ્ટેશન તથા નર્મદા ભવન સહિતની અનેક સરકારી કચેરીઓ સંપર્કવહિોણી થઇ ગઇ હતી.
ગાંધીધામ-આદપિુરમાં વારંવાર કેબલ કપાઇ જવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા સર્જાવા પાછળ પાલિકાના અધિકારીઓ જેટલા જવાબદાર છે તેટલા બીએસએનએલના અધિકારીઓ પણ છે. કારણ કે, કોન્ટ્રાકટ આપ્યા બાદ સુધરાઇના ઇજનેર કે બીએસએનએલના અધિકારી સ્થળ પર હાજર જ રહેતા નથી! ત્યારે વધુ એકવાર રામબાગ હોસ્પિટલ રોડ પર આવેલાં એસઆરસી બિલ્ડિંગની પાસેના વિસ્તારમાં નવી લાઇન નાખવાની રવિવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોન્ટ્રકટરે જેસીબી મશીનથી નવી પાણીની લાઇન નાખવા આડેધડ ખાડા ખોદી નાખતાં ભારત સંચાર નગિમના અન્ડરગ્રાઉન્ડ કેબલ કપાઇ ગયા છે. છેલ્લા બે દિવસથી કેબલ કપાઇ જતાં હોસ્પિટલ, પોલીસમથક, નર્મદા ભવન, એસઆરસી સહિતના આ વિસ્તારોના રહીશોના સેંકડો ફોન મૂંગા થઇ ગયા હતા. જોકે, સોમવારથી બીએસએનએલ દ્વારા મરંમતની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મોડી રાત્રિ સુધી ડબલાં મૂંગાં જ રહ્યાં હતાં.