તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડખામાં યુવાને હાથમાં ચેકા માયૉ

ડખામાં યુવાને હાથમાં ચેકા માયૉ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે ઘરમાં લાંબા સમયથી ડખો ચાલતો હોવાથી કંટાળી જઇને યુવાને જાતે જ કોઇ ઓજારથી બન્ને હાથની નસ કાપવાની કોશિશ કરતાં પોલીસે આપઘાતના પ્રયાસની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.
અંતરજાળના મોમાયનગરમાં રહેતા રમેશ ગાંગજી દાફડા (૨૨)એ રવિવારના સાંજના ગોપાલ સ્ટેડિયમ પાસે કોઇ ઓજારથી બન્ને હાથની નસ કાપવા ચેકા મારવા લાગ્યો હતો. ધારદાર હથિયારથી ચેકા મારવા લાગતાં તાત્કાલિક ત્યાંથી પસાર થતાં લોકોએ તેને અટકાવ્યો હતો અને લોહી નિંગળતી હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી ઘરમાં ઝઘડો ચાલી રહ્યો હોવાથી આ પગલું ભયાઁનું ખૂલ્યું છે. રમેશની તબિયત સ્થિર થઇ જતાં પોલીસે તેની વિધિવત્ અટક કરી હતી.