તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જૈનમુનિની પાલખીયાત્રામાં જૈન સમાજ જોડાયો

જૈનમુનિની પાલખીયાત્રામાં જૈન સમાજ જોડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઠ કોટિ મોટી પક્ષ જૈન સંપ્રદાયના કાર્યવાહ રમેશચંદ્ર મુનિ મ.સા. નો રવિવારે સંથારો સીઝી ગયા બાદ સોમવારના બપોરે ટીસીએકસ ૪૯ ખાતેથી તેની પાલખીયાત્રા નીકળી હતી, જેમાં જૈન સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો અને હાઇવે પર આવેલાં સ્મશાનગૃહ ખાતે તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
આઠ કોટિ મોટી પક્ષ જૈન સંપ્રદાયના મુનિ રમેશચંદ્ર મ.સા.ની ગાંધીધામના આઠ કોટિ મોટી પક્ષ સ્થાનક ખાતે આજીવન અનશનના પચ્ચખાણ ધારણ કરી નવકાર મંત્રનુ સ્મરણ કરતાં-કરતાં રવિવારના સાંજે તેનો સંથારો સીઝી ગયો હતો. સોમવારે તેની પાલખીયાત્રા નીકળી હતી, જેમાં જૈનશ્રાવકો જોડાયા હતા. રમેશચંદ્ર મુનિએ ૨૨ વર્ષની વયે જ આચાર્ય છોટાલાલજી સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તાજેતરમાં જ તેની દીક્ષાને ૫૦ વર્ષ પૂર્ણ થયાં હતાં અને તેઓ ૭૨ વર્ષની વયે કાળધર્મ પામ્યાં છે. સાંજે ગાદપિતિ પ્રાણલાલજી સ્વામી નશિ્રામાં ગુણાનુવાદ સભા યોજાઇ હતી.