• Gujarati News
  • કંડલામાંથી સાંજે ૫૨ હજારના શરાબ સાથે કારચાલકને એલસીબીએ પકડયો

કંડલામાંથી સાંજે ૫૨ હજારના શરાબ સાથે કારચાલકને એલસીબીએ પકડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાં શનિવારની મોડી રાત્રિના મળી આવેલા ૪૨.૫૨ લાખના દારૂના જથ્થાના પ્રકરણમાં આરોપીના હજુ કોઇ સગડ નથી! ત્યાં પોલીસે રવિવારની રાત્રિના અપનાનગરથી કારમાં દારૂ ભરી ડિલિવરી કરવા જતાં પોલીસને રસ્તામાં જ પોલીસે આંતરી લઇ ૪૬ હજારના શરાબ સાથે ઝડપી લીધો હતો, તો સોમવારના સાંજે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કંડલામાંથી ૫૨ હજારના દારૂ સાથે એક ચાલકની ધરપકડ કરી હતી. ગાંધીધામ અને એલસીબીએ પાડેલા દરોડામાં પકડાયેલા બન્ને બૂટલેગરે આ જથ્થો પૂરો પાડનારા ચીરઇ અને કિડાણાના બૂટલેગરના નામ આપ્યાં છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શહેરના અપનાનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત જમાદાર સેવકલાલ જેસ્વાલનો પુત્ર રાજેશ ઘરેથી કારમાં દારૂનો જથ્થો ભરી ડિલિવરી કરવા જતો હોવાની એ ડિવઝિન પોલીસને બાતમી મળી હતી, જેને આધારે પોલીસે રાત્રિના ૧૨ વાગ્યે વોચ ગોઠવી હતી. આ દરમિયાન જીજે ૧૨ એઇ ૮૫૪૫ નંબરની કાર પસાર થતાં તેને અટકાવી હતી, જેમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગિ્લશ દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી. પોલીસે રાજેશ જેસ્વાલની ૪૬ હજારના દારૂ, ચાર હજારનો એક મોબાઇલ તથા કાર મળી કુલ ૫.૫૦ લાખનો મુદ્ામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીને પકડી જેલમાં ધકેલી દીધો હતો, જેને મોડી સાંજે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસની પૂછપરછમાં તેને આ જથ્થો ભચાઉ તાલુકાના ચીરઇ ગામના કુખ્યાત બચુભા પ્રતાપસિંહ જાડેજા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતાં પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તપાસનીશ રાજેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરતાં રાજેશ અગાઉ અનેકવાર પ્રોહિબશિનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયાનું તથા કાર પણ ચીરઇના બચુભાની જ હોવાનું બહાર આવ્યું છે. જોકે, કારની માલિકી અંગે ચોક્કસ માહિતી ન મળી હોવાનું અંતમાં ઉમેર્યું હતું, જ્યારે સોમવારે સાંજે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે કંડલા પોર્ટના વેસ્ટ ગેટ નં. ૧ પાસે વોચ ગોઠવી હતી, ત્યારે ત્યાંથી પસાર થતી જીજે ૧૨ સી ૯૧૫૬ નંબરની કારને પકડી તલાશી લેતાં તેમાંથી ૫૨૭૦૦ની કિંમતની ૧૦૬ દારૂની બોટલ તથા ૧૫૬ બિયરના ટીન મળી આવ્યાં હતાં, જેથી એલસીબીએ સરવા ઝૂંપડાંમાં રહેતા ઇબ્રાહીમ ખમીશા સરેચાની અટક કરી પૂછતાછ કરતાં આ જથ્થો કિડાણાના યોગીરાજ નામના બૂટલેગરે આપ્યાની કબૂલાત આપી હતી.