તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરહદી ગુનેરીમાં શાળાનું લોકાર્પણ થયું

સરહદી ગુનેરીમાં શાળાનું લોકાર્પણ થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના છેવાડે સરહદી વિસ્તારના ગુનેરી ખાતે બી.એ.ડી.પી.ની વિકાસલક્ષી ગ્રાન્ટમાંથી નિમૉણ પામેલી પ્રાથમિક શાળાના નૂતન મકાનનું રિબિન કાપીને જિલ્લા પંચાયતના અધ્યક્ષ તેમજ તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુનેરી ખાતે રૂપિયા ૧૬ લાખના ખર્ચે નવી પ્રા. શાળાના મકાનનું લોકાર્પણ કરતાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, દેશના છેવાડે સરહદ પર રહેતાં બાળકોમાં દેશભાવનાના દર્શન થાય છે. પુંજુભા ડી. જાડેજાએ ગામના ચાર વિદ્યાર્થીને દત્તક લીધા હતા. ગુજરાત ઇકોલોજી કમશિન, ગાંધીનગર દ્વારા છેલ્લા બે વર્ષથી વિશ્વ બેંક સહાિયત સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન પરિયોજના (આઇ.સી.ઝેડ.એમ.પી.) અંતર્ગત ભગોડી ખાતે બાળકો માટે ડે કેર સેન્ટર અને બાળકેન્દ્રી અભિગમ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. આ ૩૨ બાળકની સાથે શરૂ કરેલાં કેન્દ્રને જીઇસીના સંકલનથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ શાળાની મંજૂરી આપી હતી.
આ પંચાયત શાળાનું દીપ પ્રાગટય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત ઇકોલોજી કમશિનના મેનેજર(ફીલ્ડ) આચાર્ય ડાભી, વાયોર જૂથ શાળાના ગામીતભાઇ, મોટીબેર જૂથ પંચાયતના સરપંચની હાજરીમાં યોજાયો હતો. નવી બનનારી શાળાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત
રહ્યા હતાં.