તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૧૦ ટેમ્પો લીલોચારો જોઇશે માંડવી ચેમ્બરે નાખી ટહેલ

૧૦ ટેમ્પો લીલોચારો જોઇશે માંડવી ચેમ્બરે નાખી ટહેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીની વેપારી સંસ્થા મારફતે જીવદયા ક્ષેત્રે ઝૂકાવી દાનવીર દયાળુ દાતાઓના સહકારથી આખા જૂન માસ દરમિયાન ૧૦૦૦ જેટલી ગાય માટે રોજિંદા ૫૦૦૦ કિલો ચારાનું નીરણ કરાયું, વરસાદ ખેંચાયો, નાણાંનો પુરવઠો ખૂટવા આવ્યો, માત્ર એક અઠવાડિયા સુધી ગાયોને લીલાચારાનું નીરણ કરી શકાશે, તે માટે હજી ૧૦ ટેમ્પો લીલાચારાની જરૂરત છે.
આ અંગે ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસ શાહ, મંત્રી નરેન્દ્ર સુરુ, ખજાનચી ચંદ્રસેન કોટક, જેન્તીભાઇ શાહ, વસંતભાઇ દોશી, અરવિંદભાઇ શાહ તથા ચેમ્બરના ૨૦ જેટલા ટ્રસ્ટીએ દાતાઓ પાસે ટહેલ નખતાં જણાવ્યું કે, ચેમ્બરનું લીલાચારા માટેનું સવા ત્રણ લાખ જેટલું ફંડ વપરાઇ જવાની તૈયારી છે, હજી થોડું વધારે ફંડ મળી જાય, તો વરસાદ આવે ત્યાં સુધી નીરણ ચાલુ રાખી શકાય.
એક ટેમ્પો લીલાચારાની કિંમત રૂપિયા ૧૦ હજાર છે. માંડવી ચેમ્બર દાતાઓના વરસાદની રાહ જુએ છે, અત્યાર સુધી જૂન મહિનામાં અંદાજિત દોઢ લાખ કિલો લીલાચારાનું નીરણ કરાયું. નવીનભાઇ બોરીચાની આગેવાની હેઠળ ડાયાભાઇ ભીમાણી, મહેશભાઇ શાહ, વાડીલાલ દોશી, દિનેશભાઇ ઠક્કર, વિôલભાઇ સોની તથા યુવાનો એમ દરરોજ બે જણ ચારાના ટેમ્પો સાથે નીરણ કરવા જાય છે.