• Gujarati News
  • ધ્રોલમાં ૧૧ વર્ષની બાળા પર ગેંગરેપ

ધ્રોલમાં ૧૧ વર્ષની બાળા પર ગેંગરેપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલમાં ૧૧ વર્ષની બાળા પર ગેંગરેપ
ભાસ્કર ન્યૂઝ ધ્રોલ
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના લતીપુર ગામે સીમ વિસ્તારમાં માત્ર ૧૧ વર્ષની એક ગરીબ બાળકીને નિદ્રાધીન અવસ્થામાં જ ઉઠાવી જઇ પાંચ હવસખોર શખ્સોએ ખેતરમાં સામૂહિ‌ક દુષ્કર્મ આચરતાં સમગ્ર સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. વાસનાંધ બનેલા રાક્ષસોએ એ લાચાર તરુણી પર સાડાચાર કલાક સુધી અમાનુષી અત્યાચાર ગુર્જાયો હતો.
ધ્રોલ તાલુકા મથક નજીક આવેલા લતીપુર ગામે નાગપુર સીમ વિસ્તારમાં આવેલ એક ખેડૂતની વાડીમાં ખેતમજૂરી કરતાં પરિવારની ૧૧ વર્ષની બાળા પોતાની ઓરડીમાં ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે વાસનાંધ બનેલા રમેશ રેમુ, ભોલો ખેમુ, મુકેશ ખેમુ, કુવરસિંગ રૂપસિંગ અને ઉમંગસિંગ નામના પાંચ આદિવાસી મજૂર શખ્સોએ બાળાને ઉઠાવી ખેતરમાં લઇ ગયા હતાં.