• Gujarati News
  • પાટણની સાયન્સ કોલેજ લેબમાં ૃચ્ ’કેમિકલ બ્લાસ્ટ : ચાર છાત્ર ઘવાયા

પાટણની સાયન્સ કોલેજ લેબમાં ૃચ્/’કેમિકલ બ્લાસ્ટ : ચાર છાત્ર ઘવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરની શેઠ એમ.એન.સાયન્સ કોલેજના લેબોરેટરી રૂમમાં એમએસસી સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓ શુક્રવારે ઇન્ટરનલ પરીક્ષામાં કાચના બાઉલમાં કેમિકલ નાખીને પ્રિપરેશન કરી રહ્યા હતા ત્યારે રિએકશનમાં આકસ્મિક બ્લાસ્ટ થતાં ભારે ધડાકાથી દોડધામ મચી ગઇ હતી.
આ બનાવમાં ચાર વિદ્યાર્થીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે જનતા હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે આ બ્લાસ્ટથી શીશા પણ તૂટી ગયા હતા.
સાયન્સ કોલેજમાં એમએસસી કેમેસ્ટ્રી સેમ-૪ના ઓર્ગનિક અને ઇનઓર્ગેનિક બ્રાન્ચના ૩૦ વિદ્યાર્થીઓ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યાથી લેબોરેટરીમાં ઇન્ટરનલ પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહ્યા હતા જેમાં એક એક ટેબલ પર વિદ્યાર્થી પ્રાયોગિક પ્રિપરેશન તૈયાર કરતાં હતાં એપ્રોન પહેરીને વિદ્યાર્થીઓ પ્રીપરેશન મુજબ કાચના ચંબુ ((બાઉલ))માં કેમિકલ એકત્ર કરી નિયત હિ‌ટ આપી રિએકશન મેળવવા પ્રક્રિયા કરતાં હતાં.
દરમિયાન કેમિકલયુક્ત બાઉલમાં મોટો બ્લાસ્ટ થતાં કાચના કૂરચા થઇને ફેંકાતાં આસપાસના ચાર વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. જેમાં બે વિદ્યાર્થિ‌નીને સામાન્ય ઇજા હતી જ્યારે બેને છાતી તેમજ મોઢાના ભાગે કાચ ઘૂસતાં લોહી નીકળ્યું હતું. આ ઘડાકાની ભારે તીવ્રતાથી બારીના કાચ પણ તોડી નાખ્યા હતા.