• Gujarati News
  • શ્રદ્ઘાને કદી પુરાવાની જરૂર હોતી નથીમાસ હિ‌સ્ટિ રિયા તમારા પ્રારબ્ધ હોય તો ચમત્કાર’ ફળે છે, નહી

શ્રદ્ઘાને કદી પુરાવાની જરૂર હોતી નથીમાસ હિ‌સ્ટિ રિયા તમારા પ્રારબ્ધ હોય તો ચમત્કાર’ ફળે છે, નહીંતર ધુતારાઓ તમને લૂંટે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિફોર્નિ‌યાની એક ઓરમાન માતાની દીકરીનું થોડું ચસકી ગયેલું. પણ તે કવિતા સરસ બનાવતી:
આઈ શટ માય આયઝ એન્ડ, ઓલ વલ્‌ર્ડ‌ ડ્રોપ્સ ડેડ
આઈ લીફટ માય આયઝ એન્ડ એવરિથીંગ ઈઝ લાઈવલી અગેન!’
આ ગાંડી છોકરી સરસ સૂત્ર આપે છે કે તમે જેવી મનમાં ધારો છો તેવી જ દુનિયા હોય છે તેવી દુનિયા બનાવી શકો છો. અમે સૌરાષ્ટ્રમાં કહેતા કે આપ મુઆ બાદમેં ડૂબ ગઈ દુનિયા.’ એ સાચું પણ એવી જ રીતે છૂપો ખજાનો તમને સપનામાં મળી આવે તેને મજાક કરીને ઉડાવી દેવાનો વિષય નથી. તમે સતત જે ઈચ્છા કરો તેનુ સપનું આવે અને કદાચ તે સપનું સાચું પણ પડે.
સૌ પ્રથમ તો ઉત્તરપ્રદેશના આર્કિયોલોજિસ્ટોએ ઉન્તાવ જિલ્લામાં દાંડિયા ખેરા નામના ગામમાં ત્યાંના રાજારાવ રામબક્ષ સિંઘે ખજાનો દાટેલો તેનું સપનું આવ્યું હોવાની વાતને સાચી માની હતી. લંડનના ડેઈલી મેઈલ’ ન્યૂર્યોક ટાઈમ્સ અને જગતના બીજાં અખબારોએ તેમજ ભારતના ભૂ-પુરાતના શાસ્ત્રીઓએ આ ખબરને વજુદ આપ્યું છે. મી. શોભન સરકારને સપનામાં ટનબંધ સોનું આવેલું. અને ખરેખર ત્યાંના ભૂસ્તરશાસ્ત્રીએ ખજાના માટે ખોદકામ શરૂ પણ કરેલું પણ કોઈ ખાસ સોનું મળ્યું નહીં.
જોકે ત્યારે ભૂસ્તરશાસ્ત્રી દીપક ચૌધરીએ કહ્યું કે, આ વાતને થોડીક ફિલોસોફિકલી પણ લેવી જોઈએ. તેણે સપો‌ર્ટ માટે ઈગ્લિશ કવિ માર્ક રેયનોલ્ડમની કવિતાની પંક્તિ ટાંકી તે બહુ વિશાળ છે.
યુ એન્ડ મી, વ્હોટ ડઝ ધેટ મીન
ઈટ મીન્સ વેલ, એન્ડ ઈફ વી
લવ ઈચ અધર વી શેલ મેનેજ ઈન ધીસ વલ્‌ર્ડ‌!
સાત અબજની વસતિ જગતમાં કીરતારે આપી છે. તો ચાલો આપણે એક બીજા સાથે સુંવાળપથી-લ્યુસીડીટીથી વર્તીએ. આપણે ભેગા મળી કો-ક્રીએટ કરીએ અને સાથે ભેગા મળીને ભોગવીએ. યાદ રાખો કે આ આપણું એક સપનું છે. તેને સાથે મળીને જ ભોગવવાનું છે. અમેરિકામાં તો ડ્રીમ્સ કમ ટ%-ડિસ્કવરિંગ યોર હીડન ટ્રેઝર’ નામનું પુસ્તક એક યોગિની નામે લીક જોન્સને પ્રગટ ક્ર્યું છે. એટલી હદ સુધી સમાચાર આવ્યા છે કે ગ્લોબલ પોસ્ટ એ તો પુરાવા માટે અમુક ખજાના નીકળ્યા હોય તેનું પોતાના બંગલામાં વેચાણ ((સેલ)) પણ રાખ્યું છે.
ભારત સરકાર પોતે જ સપનાને સાચું માને પછી કોઈનો ય શું વાંક? આજથી બરાબર વીસ વર્ષ પહેલાં પણ ઈગ્લેંડમાં આવી વાત નીકળી હતી. પણ ત્યાનાં વાસ્તવવાદી અને થોડાક નાસ્તિક એવા ડો. આલ્બ‌ર્ટ હ્યુબા‌ર્ડે‌ તેનું ખંડન કરીને ઘણી લોજિકલ દલીલો કરી હતી. પણ છૂપા ખજાનામાં સોના-ચાંદીના સિક્કા, ઈસુ ખ્રિસ્તના ક્રોસ, ભગવાનની મૂર્તિ‌ઓ, અને બીજા કિંમતી ચીજો મળે છે. ઘણી સ્ત્રીઓને સદ્ગત’ પ્રેમીના પ્રેમ પત્રો જે લખીને મોકલ્યા વગર દાટી દીધા હોય તે પણ મળે છે.
ઈગ્લેંડ તો ખૂબ જ અંદરથી જાણે શ્રદ્ધાળુ છે. ત્યાંના સાંજના દૈનિક ડેઈલી મેઈલ,’ ડેઈલી મિરર,’ પિપલસ ડેઈલી’ વગેરે ઘણા પ્રતિષ્ઠિ‌ત દૈનિકમાં આવા સમાચાર છપાતા રહે છે. આજે તો પ્રતિષ્ઠિ‌ત’ દૈનિકો જેવા કે ન્યૂર્યોક ટાઈમ્સ’ કે ધ ગાિ‌ર્ડ‌યન’ કે લંડનનું ડેઈલી ટેલિગ્રાફ’ પણ એવા ચમત્કાર છાપે છે એટલી હદ સુધી કે એક વખત લંડનના ટ્રાફેલ્ગર સ્કેવરમા જૈનોએ બાળકને દીક્ષા આપી તેનો વરઘોડો જોવો પડતો મૂકી લોકો ખજાનો લેવા દોડયા હતા. જર્મની જેવા દેશમાં બાયક્રોનિકલ’ નામનાં અખબારો પણ બે પાદરીએ માર્ક નામના જર્મન સિક્કા આકાશમાંથી પડતા જોયા હતા તે સમાચાર છાપેલા! મારા પત્રકારત્વનો તે માત્ર ઉદયનો જ નહીં પણ ઠરેલો કાળ હતો’ હું ઓલરેડી ૨પ વર્ષ ગાળી ચૂક્યો હતો ત્યારે જ માત્ર ઈગ્લેંડ, જર્મની અને અમેરિકા જ નહીં પણ જાપાનમાં નાણાંના વરસાદના સમાચાર આવતા હતા. પણ આ કક્ષાનો લેખ લખવાનો કોઈ બીજો નેગેટિવ હેતુ નથી. આવા સમાચાર ગામડામાં જાય તો ધુતારાઓ બનાવટી ખજાના’ની વાત કરી લોકોને છેતરે તેવી દહેશત હતી. હવે તો ગામડાના લોકો પણ મંતર-જાદુવાળા કરતાંય હોશિયાર થઈ ગયા છે.
લંડનમાં આજે એક ફોર્ટિ‌યન ટાઈમ્સ’ નામનું માત્ર ચમત્કારો, દૈવીકૃપા, દેવીરોષ વગેરેના ખબર છાપે છે અને ખરેખર ૨પ વર્ષ પહેલા આવું બનતું ય ખરું. મેં મુંબઈના એક સાંજના દૈનિકમાં ખબર છપાવેલા કે એપ્રિલ, ૧૯૯૦માં સંગીતના જલસામાંથી ૨પ૦૦ લોકોને ઝડપથી બહાર કાઢવા પડયા. કારણ કે સંગીતનો કાર્યક્રમ આપનારા ૧૮ જેટલા યુવાન સંગીતકારોને ઊલટી થવા માંડી. તે બેભાન થવા માંડયા. આજુબાજુથી ક્યાંયથી કોઈ ઝેરી ગેસ કે દુષિત પવન વાતો નહોતો છતાં આમ થયું તેથી એવા અમેરિકન શહેરમાં ય લોકો વહેમમાં માનવા માડયા. આને માસ હિ‌સ્ટિરિયા પણ કહે છે. હું ૨૦૧૪ના આજે રાજકારણીને સલાહ આપું છું કે ચેતવું છું કે માસ હિ‌સ્ટિરિયા એટલે કે ઓમેગા ઈન્સ્ટિ‌.’ નામની આવી સંસ્થા જે ચમત્કારમાં માને છે કે તેની માસ હિ‌સ્ટિરિયાની વાતથી ડરતા રહેવું. તમારા ઉપર રાજકીય કે ધાર્મિ‌ક વિરોધીઓ જાગે ત્યારે માસ્ટર હિ‌સ્ટિરિયા દ્વારા ચમત્કારોને વજુદ આપશે ત્યારે મારી-તમારી ખેર નથી.
ઓમેગા ઈન્સ્ટિ‌. ન્યૂર્યોકની ઉત્તરે હડસન રિવર વેલી’ પર ઊભી થયેલી. ત્યાં ૮૦ એકરના આશ્રમમાં શ્રદ્ધાળુ એવા પ‌શ્ચિ‌મના લોકો ભેગા થતા. પોતાની ઢબે ((ઝેન ટબ)) મેડિટેશન-ધ્યાન મગ્ન થતાં અને કુદરતી ચમત્કારમાં માનતા. અહીં સિગારેટ કે દારૂ પીવાની મનાઈ હતી. આ બખડજંતર કે કારસ્તાનોમાં ઘણાને ફાયદો થાય છે. લંડનના સન-ડે ટેલિગ્રાફના રિપો‌ર્ટરને જૂની શરદી હતી. તે ઓમેગા ઈન્સ્ટિ‌ટયૂટમાં સ્પેશિયલ મેડિટેશન કરવા ગયો ત્યાં તેને આઈસક્રિમ ખાવો છોડી દેવાની સલાહ આપી અને તેની જૂની શરદી ગાયબ! તમારા પ્રારબ્ધ હોય તો ચમત્કાર’ ફળે છે, નહીંતર ધુતારાઓ તમને લૂંટે છે.