• Gujarati News
  • તો શું કોંગ્રેસ અમરને સાથ આપશે?ૃચ્ ’

તો શું કોંગ્રેસ અમરને સાથ આપશે?ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસભામાં કાર્યકાળ પૂરો થવામાં છે.એવામાં અમરસિંહને લોકસભા પહોંચવાની ઉતાવળ છે. કોંગ્રેસ જયાપ્રદાને લેવા તો તૈયાર હતી પરતું વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવીને સોનિયા ગાંધીને ૧૯૯૯માં વડાપ્રધાન બનતા રોકવાનો ગુનો કરનારા અમરસિંહને નહીં. જયાપ્રદા તો બે વાર સોનિયા ગાંધીને મળી ચૂક્યા છે. સોનિયાએ તેમને મુરાદાબાદથી ચૂંટણી લડવાની તૈયારી કરવા પણ કહ્યું હતું. પરંતુ જયાપ્રદા અમરસિંહ વિના કોંગ્રેસમાં આવવા માગતા નહોતા. ખરાબ સમયમાં અમરસિંહે સાથ નિભાવ્યો હતો ને. અમરસિંહનું લક્ષ્ય પણ સ્પષ્ટ હતુંઅને ફોકસ પણ. તેમણે કોંગ્રેસના સહયોગી ચૌધરી અજીતસિંહનો પાલવ પકડયો અને તરત ટિકિટ પણ મેળવી લીધી.પોતાના માટે અને જયાપ્રદા માટે પણ. હવે કોંગ્રેસીઓ મન મારીને પણ અમરસિંહનો પ્રચાર કરવો પડશે. સમર્થન પણ. હાનિ કઇ નહીં બસ લાભ જ લાભ.