• Gujarati News
  • રાપર તાલુકામાં અભયારણ્ય નજીક દિવસ રાત ચાલતું ખનિજ ઉત્ખનનહાઇકો‌ર્ટનો પાંચ કિ.મી. ત્રિજિયામાં પ્

રાપર તાલુકામાં અભયારણ્ય નજીક દિવસ-રાત ચાલતું ખનિજ ઉત્ખનનહાઇકો‌ર્ટનો પાંચ કિ.મી. ત્રિજિયામાં પ્રતિબંધનો આદેશ છતાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયદેસર લીઝની ખાણો બંધ કરવાના હુકમને અવગણીને કાયદેસર અને ગેરકાયદે ખાણો ધમધમે છે
ભાસ્કર ન્યૂઝ. રાપર
રાપર તાલુકાના ફતેહગઢ, પ્રાંથળ, આડેસર પંથકમાં અભયારણ્ય હદની તદ્ન નજીક રાત-દિવસ ઉત્ખનન થઇ રહ્યું હોવાથી ગુજરાત હાઇકો‌ર્ટ દ્વારા ચાર દિ’ અગાઉ તમામ અભયારણ્યની પાંચ કિ.મી.ની ત્રિજિયામાં પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે. તેમ છતાં ખનિજમાફિયાઓ દ્વારા રાત-દિવસ ઉત્ખનન કાર્ય થઇ રહ્યું હોવાની લોકરાવ ઉઠી છે. ફતેહગઢ, પ્રાંથળ, આડેસર પંથકમાં ચાઇનાક્લે/વ્હાઇટક્લે સહિ‌ત અન્ય ખનિજોની વનખાતાની પાંચ કિ.મી.
...અનુસંધાન પાનાનં.૬


ની ત્રિજિયામાં કાયદેસરની લીઝવાળી ખાણો પણ બંધ કરવાનો આદેશ આપી દેવાયો હોવા છતાં આજ દિન સુધી તે ખાણો બંધ નથી કરાઇ અને રાત-દિવસ ડમ્પરો દ્વારા ખાણો ધમધમી રહી છે, જેની તપાસ થાય તે જરૂરી છે.
રાપર તાલુકાના ફતેહગઢ, આડેસર, પ્રાંથળ વગેરે વિસ્તારમાં અભયારણ્ય નજીકના પાંચ કિ.મી.ના વિસ્તારમાં રોયલ્ટી વગર રેતીનો મોટાપાયે ઉપાડ કરાય છે, તેમ છતાં સ્થાનિક ખાણખનિજ ખાતું મોટી રકમના હપ્તા ઉઘરાવીને આંખ આડા કાન કરે છે, તેવી ચર્ચાએ જોર પકડયું છે. શાનગઢ, માંજુવાસ, ફતેહગઢ વગેરે વિસ્તારમાં રેતીનો મોટાપાયે ઉપાડ થાય છે.
આ વિસ્તારના ખનિજ માફિયાઓ એટલીબધી વગ ધરાવે છે કે, સ્થાનિક સ્તરેથી છેક ગાંધીનગર સુધી સાંકળ ધરાવે છે અને હપ્તા આપીને બિન્ધાસ્ત રીતે રાત-દિવસ ગેરકાયદે ચાઇનાક્લે, વ્હાઇટક્લે અને રેતીની રોયલ્ટી વગર રેતીનો ઉપાડ કરી રહ્યા છે. કોઇ રજૂઆત તંત્રને કરે, તો પણ હપ્તાખાઉ તંત્રના સત્તાધીશો સીધા જ ખાણ માફિયાઓને ફોનથી જણાવે છે કે, અમે તમારા વિસ્તારમાં તપાસ કરવા આવવાના છીએ. એક કલાક અમારું-તમારું સારું લાગે તે માટે માયા સંકેલી લેજો અને બંધ કવર તૈયાર રાખજો!!
વનતંત્રનું મૌન અકળાવનારું
રાપર પંથકમાં ફતેહગઢ, આડેસર વગેરેનો મોટા ભાગનો વિસ્તાર વનતંત્રની હદમાં આવતો હોવા છતાં પાંચ કે સાત કિ.મી.ના ત્રિજિયામાં બાવળિયો કોલસો, માટીની ખાણો વગેરે ધમધમતી હોવા છતાં વનતંત્રે પણ મૌન સેવી લીધું હોય તેવો તાલ સર્જા‍યો છે. વનતંત્ર પર પણ આક્ષેપ કરાયો છે કે, ફતેહગઢ, આડેસર વગેરે જગ્યાએ હપ્તા લઇને માટીની ખાણો, ગાંડા બાવળમાંથી બનતો કોલસો વગેરેનો ધમધમાટ સતત ચાલવા છે.