• Gujarati News
  • ભીડ વિસ્તારમાં આકસ્મિક તપાસ થતાં સફાઇમાં ગાફેલિયત પકડાઇ

ભીડ વિસ્તારમાં આકસ્મિક તપાસ થતાં સફાઇમાં ગાફેલિયત પકડાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચરાના પોઇન્ટ તથા અન્ય ગંદકી સીઓએ સાફ કરાવી તથા લોકોની અન્ય રજૂઆતો સાંભળીને નોટ કરી
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ભુજમાં સફાઇની કામગીરી હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. કરોડોનો ખર્ચ થતો હોવા છતાં ફરિયાદો ઘટવાના બદલે વધતી જતી હોય તેવો તાલ સર્જા‍તાં ગુરુવારે ભુજ સુધરાઇના ચીફ ઓફિસરે ભીડ વિસ્તારમાં સફાઇની સ્થિતિનો તાગ મેળવવા સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી.
આ અંગે મળતી માહિ‌તી પ્રમાણે બપોરે ૪ વાગ્યે સીઓ સંદીપસિંહ ઝાલા અને સેનિટેશન વિભાગના જવાબદાર કર્મચારીઓ સાથેની ટીમ ભીડ વિસ્તાર પહોંચી હતી, જ્યાં વો‌ર્ડ‌ નં. ૪ તથા ૯ કે જ્યાંથી સૌથી વધુ સફાઇ ન થતી હોવાની ફરિયાદો આવે છે, ત્યાં સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખીને સમસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. કોન્ટ્રાક્ટરો દ્વારા ક્યાં ગાફેલિયત રખાય છે, કઇ રીતે કામગીરી
થાય છે, સહિ‌તની સ્થિતિ
જાણી હતી.
ખાસ કરીને કચરાથી ઉભરાતા કચરાના પોઇન્ટ તથા ગંદકીને સીઓએ તાબડતોડ માથે રહીને સાફ કરાવી હતી. સ્થાનિકો પાસેથી અહીં થતી સફાઇ મુદ્ે તાગ મેળવ્યો હતો અને લોકોની ફરિયાદો નોટ કરાઇ હતી.
આ સાથે વિકાસના કામોમાં રહેલી ખૂટતી કડીઓને જાણવા માટે એન્જિનિયરને પણ સાથે રખાયા હતા, જેથી ટેક્નિ‌કલી સમસ્યાને જાણીને તે દિશામાં કામ કરી શકાય. આ ટાંકણે ભીડથી ગામ તરફ જતો તૂટેલો રસ્તો તેમજ અન્ય મુદ્ાને ધ્યાને લેવાયા હતા. તેમજ આ વિસ્તારમાં પે અને યૂઝ ટોઇલેટની સુવિધા ઊભી કરવા વેપારીઓએ માગણી કરી હતી, તો શરાફ બજારમાં આવેલી મૂતરડીની સફાઇ ન થતી હોવાનો પ્રશ્ન પણ વેપારીઓએ
ઉઠાવ્યો હતો.