• Gujarati News
  • ભાનુશાલીનગરમાં બબાલ : પોલીસ પણ આવી છતાં ચોપડે કંઇ ન ચડયું !

ભાનુશાલીનગરમાં બબાલ : પોલીસ પણ આવી છતાં ચોપડે કંઇ ન ચડયું !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના ભાનુશાલીનગરમાં રાત્રે એક દુકાનદાર અને ત્યાં ધસી આવેલા તેના સગા વચ્ચે મારામારી થતાં લોકો એકત્ર થયા હતા. પોલીસને પણ બોલાવાઇ હતી, પરંતુ એક પણ પક્ષ ફરિયાદ માટે તૈયાર ન થતાં કોઇ ગુન્હો નોંધાયો ન હતો. એક જણ ઘાયલ પણ થયો હતો. દંગલ કરનારામાંથી એક જણ પીધેલો લાગતો હતો, આટઆટલું બન્યું તોયે પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. - મયૂર ચૌહાણ