• Gujarati News
  • ગડકરી રાજની મુલાકાતથી મુંડે રિસાયા

ગડકરી-રાજની મુલાકાતથી મુંડે રિસાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . મુંબઈ
ભાજપન નેતા નીતિન ગડકરી સાથે મનસે પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાતથી છંછેડાયેલા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તડાફડીનો અવાજ માંડ શમ્યો છે, ત્યાં એ મુલાકાતથી ભાજપ નેતા ગોપીનાથ મુંડે રિસામણે બેસી ગયા છે. છેલ્લાં બે-ત્રણ વર્ષોથી મહારાષ્ટ્રમાં લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓનો અખત્યાર મુંડે સંભાળવાનું વાતાવરણ હતું. પરંતુ હવે મુંડે સાહેબ રિસાયા
હોવાથી મહારાષ્ટ્રમાં ભાજપના બધા નિર્ણયોનો અખત્યાર રાજ્ય એકમના પ્રમુખ દેવેન્દ્ર ફડનવિસ લેનાર હોવાની સ્પષ્ટતા
પક્ષના મોવડી મંડળ તરફતી રાજીવ પ્રતાપ રુડીએ ઉધ્ધવ ઠાકરે સમક્ષ કરી હતી.લોકસભાની
ચૂંટણીઓમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આડકતરી રીતે શિવસેનાને નિશાન બનાવશે.