• Gujarati News
  • ફેબ્રુ.માં ફુગાવો ૨પ માસના તળીયે

ફેબ્રુ.માં ફુગાવો ૨પ માસના તળીયે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ડુંગળી-બટાકાના ભાવોમાં ઘટાડા સાથે ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવાનો દર ૨પ માસના તળીયે ૮.૧ ટકાની સપાટીએ પહોંચ્યો છે. જે જાન્યુઆરીમાં ૮.૭૯ ટકા હતો. તેના કારણે આરબીઆઇ માટે વ્યાજદરમાં ઘટાડા માટેનો માર્ગ મોકળો થયો છે. ફુડ બાસ્કેટમાં એકત્રિત ફુગાવો આગલાં માસના ૯.૯ ટકાથી ઘટી ૮.પ૭ ટકા નોંધાયો છે. શાકભાજીના ભાવો જાન્યુઆરીમાં ૨૧.૯૧ ટકાની સામે ફેબ્રુઆરીમાં ૧૪.૦૪ ટકા ઘટયા છે. અગાઉ જાન્યુઆરી-૧૨માં રિટેલ ફુગાવો ૭.૬પ ટકાની નીચી સપાટીએ રહ્યો હતો. જાડા ધાન્ય અને સંબંધિત ચીજોની કિંમત જાન્યુઆરીના ૧૧.૪૨ ટકા સામે ૯.૯૩ ટકાના ધીમા દરે ઘટી છે. જોકે દૂધ અને દૂધની બનાવટો, ફ્રુટ્સ અને તેજાનાના ભાવોમાં વૃદ્ધિ નોંધાઇ હતી. છેલ્લા ત્રણ માસથી રિટેલ ફુગાવો નરમ પડી રહ્યો છે.