• Gujarati News
  • જીરુંમાં ધીમો સુધારો, એરંડા સુધર્યા

જીરુંમાં ધીમો સુધારો, એરંડા સુધર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
ગુજરાતમાં નવા જીરુંની સારી આવકની સામે લોકલ અને નિકાસકારોની લેવાલી પણ જળવાઇ રહેતા ભાવમાં ધીમો સુધારો હતો. ઊંઝા ખાતે ૩પ,૦૦૦-૩૭,૦૦૦ બોરી આવક અને ૩૦,૦૦૦-૩પ,૦૦૦ બોરીના વેપાર હતા. રાજકોટ ખાતે બે ત્રણ દિવસે એક વખત જીરુંની આવક થાય છે. રૂ.૧પ-૨૦ના સુધારા સાથે સારા માલના રૂ.૧૮૦૦-૧૯૦૦, મિડિયમ માલના રૂ.૧૭૨પ-૧૮૦૦ અને હલકા માલના રૂ.૧૬૦૦-૧૭૨પના ભાવ જોવા મળ્યા હતા. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ જીરુંનો પાક સવાયો હોવાથી સિઝન દરમિયાન વેપાર સારા રહેશે. તલમાં મર્યાદિત આવકને કારણે વેપાર પણ ધીમા હતા. રાજકોટ ખાતે પ૦-૬૦ બોરી આવક હતી. ૯૯/૧ ક્વોલિટીના રૂ.૩૧પ૦-૩૨૦૦, ૯૮/૨ ક્વોલિટીના રૂ.૩૦૦૦ અને કરિયાણા ક્વોલિટીના રૂ.૩૪૦૦-૩પ૦૦ હતા.
કપાસિયા અને પામોલિનમાં નરમાઇની ચાલ જોવા મળી હતી જયારે સિંગતેલમાં વધ્યા મથાળે ઘરાકી ધીમી રહેતા ભાવ સ્થિર રહ્યા હતા.
સિંગતેલમાં ૮-૧૦ ટેન્કર અને કપાસિયા તેલમાં ૨૦-૨પ ટેન્કરના કામકાજ હતા. કપાસિયા વોશ રૂ.૧૦ ઘટી રૂ.૬૨પ-૬૨૮, કપાસિયા ટીન ી રૂ.૧૧૨૦-૧૧૩૦ અને અમદાવાદ કપાસિયા નવા ટીન ૧૨૦૦ના ભાવે હતા. પામોલિન રૂ.૧૦૪૦ના સ્તરે હતું. સિંગતેલ લુઝ રૂ.પાંચ ઘટી રૂ.૭૩પ-૭૪૦, તેલિયા ઘટી રૂ.૧૧પ૦-૧૧પ૧, નવા ટીન ૧પ કિલો રૂ.૧૩૨પ-૧૩૩૦ અને અમદાવાદ લેબલ ટીન રૂ.૧૩૬૦ના ભાવે હતું.