• Gujarati News
  • સટ્ટાખોરી ઉપર નજર રાખવા ટઝઈઉને ઊઝઈ ની સૂચના

સટ્ટાખોરી ઉપર નજર રાખવા ટઝઈઉને ઊઝઈ ની સૂચના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ . નવી દિલ્હી
દેશના ત્રીજાક્રમના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ પર થતા વાયદાના વેપાર પરના ભાવ મુદ્દે નજર રાખવાની ચેતવણી એફએમસી ફોરવ‌ર્ડ‌ માર્કેટ કમિશન દ્વારા આપવામાં આવી છે. એફએમસી ફેબ્રુઆરી તારીખ ૨૦થી ભાવ મુદ્દે ચાંપતી નજર રાખી રહી છે. અને આમાં થતા વાયદાના ટર્નઓવર અને ભાવ મુદ્દે ગરબડ થતી નથી ને તેના પર ધ્યાન દોર્યું છે. એનએસઇએલના કૌંભાંડી પગલાના કારણે એફએમસી સફાળે જાગી છે અને આગામી દિવસોમાં અન્ય એક્સચેન્જોમાં ભાવ તેમજ ટર્નઓવરમાં અન્ય કોઇ રીતે ગેરરીતીઓ ન થાય તે મુદ્દે સફાળે જાગી છે.
એફએમસીના છેલ્લા અહેવાલ મુજબ દેશના કુલ ૧૭ કોમોડિટી એક્સચેન્જોના વેપારમાં એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં કુલ ૪૦ ટકાનો જંગી ઘટાડો થઇને ૯પ.૧૩ લાખ કરોડ ((૧પ૭.૮૨ લાખ કરોડ)) રહ્યો છે. સીટીટી અને એનએસઇએલ પ્રકરણના કારણે વાયદાના વેપાર સતત તૂટી રહ્યાં છે. રોકાણકારો હજૂ પણ વાયદાના વેપારથી દૂર છે.