• Gujarati News
  • ફેક્ટરી ઉત્પાદન ૩ માસ બાદ વધ્યું

ફેક્ટરી ઉત્પાદન ૩ માસ બાદ વધ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : સળંગ ત્રણ માસ ઘટયા બાદ જાન્યુઆરી માસમાં ફેક્ટરી ઉત્પાદનમાં ૦.૧ ટકાનો સાધારણ સુધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી-૧૩માં તેમાં ૨.પ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. વીજ ઉત્પાદન અને ખાણ ઉત્પાદનમાં વધારાના પગલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન ((આઇઆઇપી))માં સુધારો આવ્યો હોવાનું સરકારી યાદી જણાવે છે. વીજ ઉત્પાદનમાં ૬.પ ટકા ((૬.૪ ટકા)) અને ખાણ ઉત્પાદનમાં ૦.૭ ટકા ((-૧.૮ ટકા)) વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલથી જાન્યુઆરીના ૧૦ માસમાં આઇઆઇપીમાં એક ટકાની વૃદ્ધિ જળવાઇ રહી છે. જ્યારે વીજ ઉત્પાદનમાં પ.૭ ટકા((૪.૭ ટકા)) અને ખાણ ઉત્પાદનમાં ૧.પ ટકા ((૧.૮ ટકા))નો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડેક્સમાં ૭પ ટકા હિ‌સ્સો ધરાવતા ઉત્પાદન સેક્ટરમાં જાન્યુઆરીમાં ૦.૭ ટકાનો ઘટાડો છે.