• Gujarati News
  • કેજરીવાલથી પીક અવ‌ર્સ’માં મુંબઈનો કોમન મેન’ ત્રસ્ત

કેજરીવાલથી પીક અવ‌ર્સ’માં મુંબઈનો કોમન મેન’ ત્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
આમ આદમી પાર્ટી‍ ((આપ))ના નેતા અરવિંદ કેજરીવાલે આજે મુંબઈમાં એક આમ આદમીની જેમ’ અંધેરીથી ચર્ચગેટના લોકલ ટ્રેનના પ્રવાસથી તેમના મહારાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો હતો, પરંતુ આ પ્રવાસ આમ આદમી’ની જેમ જ તેમના માટે પણ ભારે અસુવિધાજનક રહ્યો હતો અને આમ આદમી’ની અગવડતામાં વધારો થયો હતો. પીક અવ‌ર્સ દરમિયાન અંધેરીથી ચર્ચગેટની લોકલપકડવા જતાં નોકરિયાતોએ ત્યારે ભારે અસુવિધાનો સામનો કરવો પડયો હતો જ્યારે તેમણે જોયું કે ટ્રેનનો કમ્પા‌ર્ટમેન્ટ અરવિંદ કેજરીવાલ અને આપ’ના કાર્યકરોથી ભરેલો છે. અંતે કેજરીવાલ ચર્ચગેટ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે સ્ટેશન પર નોકરિયાતો અને કેજરીવાલને જોવા ઉમટેલા ટોળાથી અંધાધુંધી અને અવ્યવસ્થાનું વાતાવરણ સર્જા‍યું હતું. ... અનુસંધાન પાના નં. ૬
૪પ વર્ષીય અરવિંદ કેજરીવાલે બુધવારે સવારે વિમાનમાં મુંબઈ એરપો‌ર્ટ પર ઊતર્યા ત્યારે આપ’ના કાર્યકરોના ટોળાએ તેમને આવકાર્યા હતા. કેજરીવાલ ત્યાંથી પક્ષના બે વરિષ્ઠ અધિકારીઓ સાથે એક રીક્ષામાં અંધેરી સ્ટેશન તરફ રવાના થયા હતા. પાંચ કિ.મી.ના આ રીક્ષા પ્રવાસમાં મીડિયા અને પોલીસ જવાનો પણ તેમની પાછળ દોડયા હતા. કેજરીવાલ આમ આદમી’ની તેમની છબીને મજબૂત કરવા મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં દક્ષિણ મુંબઈમાં ચર્ચગેટ ગયા હતા. દરમિયાનમાં ચર્ચગેટ સ્ટેશન પર તેમને જોવા માટે લોકોના ધસારા, પ્રસાર માધ્યમોના સંવાદદાતાઓ અને કેમેરામેન વગેરેને કારણે પીક અવ‌ર્સમાં ભારે અરાજક્તા ફેલાઈ ગઈ હતી. સામાન્ય જનતા સાથે નિકટતા દર્શાવવા માટે કરેલો આ પ્રવાસ પીક-અવ‌ર્સમાં સામાન્ય જનતા માટે જ મુશ્કેલી ઊભી કરનારો સાબિત થતાં તેમનો રિક્ષા-ટ્રેન પ્રવાસ બૂમરેંગ અથવા પ્રચારના ગતકડા સમાન સિદ્ધ થયો હતો. લોકોએ તેમને જણાવ્યું હતું કે તમારા પક્ષના ઉમેદવારો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા ન હોય તો એ તમને કેવી રીતે કહી શકે કે સવારે પીક અવ‌ર્સમાં આવો પ્રવાસ કોમન મેન’ માટે ડિસ્ટર્બન્સ ગણાય!’’ આવતે મહિ‌ને યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફથી મુંબઈમાં ત્રણ ઉમેદવારો મયંક ગાંધી ((વાયવ્ય મુંબઈ)), મીરા સન્યાલ ((દક્ષિણ મુંબઈ)) અને મેધા પાટકર ((ઈશાન મુંબઈ)) સ્પર્ધામાં છે. તેથી તેમના પ્રચાર માટે કેજરીવાલ મુંબઈ આવ્યા હતા.
કેજરીવાલ ૪૮ રૂપિયા રિક્ષા ભાડું ચૂકવીને અંધેરી રેલવે સ્ટેશન પાસે ઊતર્યા પછી તેમની પાછળ ભારે ભીડ જામી હતી. તેઓ લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસના ડબ્બાની વિન્ડો સીટ પર બેસીને લગભગ ૪૦ મિનિટે ચર્ચગેટ પહોંચ્યા ત્યારે ત્યાં તેમને જોવા ઊમટેલા લોકો તેમ જ મીડિયા ટીમોના ધસારાને લીધે મેટલ ડિટેક્ટ‌ર્સ ઊથલી પડયા હતા. કેજરીવાલે માજી મુખ્ય પ્રધાન તરીકે મળતી લાલ બત્તીવાળી કાર વાપરવાનો ઈનકાર ક્ર્યો હતો. અને માર્ગ પર મોટરકારમાં પ્રવાસ કરીને ચર્ચગેટ પહોંચવાની અને ભીડભરી મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનમાં પ્રવાસ નહીં કરવાની પોલીસ તંત્રની સલાહ પણ સ્વીકારી નહોતી.
મુંબઈ પોલીસે કેજરીવાલને એસ્કો‌ર્ટ કાર સહિ‌તનું ઝેડ’ કેટેગરી સલામતી કવચ પૂરું પાડયું હતું. કેજરીવાલ દિલ્હીમાં સારી સફળતા મેળવ્યા બાદ મુંબઈ તથા આસપાસનાં ક્ષેત્રોમાંથી લોકસભાની નોંધપાત્ર બેઠકો મેળવવાની આશા રાખે છે. અરવિંદ કેજરીવાલે તેમના ઉમેદવારો માટે રોડ શો’ કરવા ઉપરાંત મહારાષ્ટ્રમાં ઉમેદવારોની ત્રીજી યાદીમાં ૧૭ મતક્ષેત્રોનાં નામો જાહેર ક્ર્યાં હતાં. તેમાં બારામતીથી માજી પોલીસ અમલદાર સુરેશ ખોપડે અને હાતકણંગલેથી ખેડૂત નેતા રઘુનાથદાદા પાટીલનો સમાવેશ છે.