• Gujarati News
  • કશ્યપની સંગીન શરૂઆત

કશ્યપની સંગીન શરૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . બાસેલ
ભારતના પી. કશ્યપ તથા આનંદ પવારે જંગી ઇનામી રકમવાળી સ્વિસ ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી તરફ યુવા ખેલાડી કિદામ્બી શ્રીકાંતને પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કશ્યપે નેધરલેન્ડ્સના એરિક મેઇસને ૩૪ મિનિટ સુધી રમાયેલા પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ૨૧-૧૭, ૨૧-૧પથી પરાજય આપ્યો હતો. આનંદે આસાન મુકાબલામાં મલેશિયાના કોક પોંગ લોગને ૨૧-૧૭, ૨૧-૧૦થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો જર્મનીના જ અન્ય એક ખેલાડી ટોબિયાસ વાડેંકા સાથે થશે.