• Gujarati News
  • ખાંડનો વધુ ઉપયોગ કરી આત્મશોષણ કરીએ છીએસુગર ઈઝ ન્યૂ ટોબેકો ખાંડથી કોઈ પોષણ મળતું નથી, ઊલટાનું શરી

ખાંડનો વધુ ઉપયોગ કરી આત્મશોષણ કરીએ છીએસુગર ઈઝ ન્યૂ ટોબેકો ખાંડથી કોઈ પોષણ મળતું નથી, ઊલટાનું શરીરને પોષણ આપતાં તત્ત્વોનો ખાંડ નાશ કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્મન કવિ ગેટેએ બરાબર ૩૨૨ વર્ષ પહેલાં કહેલું કે આ દુનિયામાં તમારે જન્મીને કોઈના ઉપર નહીં પણ તમારી જાત ઉપર જીત મેળવવાની છે.’ ભારતમાં આજે તમારા દુશ્મનોમાં નરેન્દ્ર મોદી નથી કે દાઉદ ઈબ્રાહિ‌મ નથી કે કોઈ રાજકીય પક્ષ નથી. તમે જ તમારા દુશ્મન છો અને ખાંડનો વપરાશ જોઈએ તે કરતાં ચારગણો કરો છો. ઉપરાંત અમેરિકાથી આવેલા જંકફૂડ ખાઈને તમારું આત્મશોષણ કરો છો. ઈસપે તેની નીતિકથામાં કહેલું આપણે જ આપણા દુશ્મનોને આપણો નાશ કરવાના સોલીડ સાધનો આપીએ છીએ.’
ભારત દેશ આજે દેશી ગોળ ખાતો તેને બદલે ગોળ દુર્લભ બન્યો છે. માત્ર સૌરાષ્ટ્રના અમુક હરિના લાલો દેશી કાળો કે લાલ ગોળ બનાવે છે બાકી આખું હિ‌ન્દુસ્તાન સફેદ ખાંડ ખાય છે. તે માત્ર ડાયાબિટીસ માટે ખરાબ નથી. એમસ્ટર ડેમની ((હોલાન્ડ))ની હેલ્થ સર્વિ‌સ એકેડેમીના વડા પોલ વેન્ડર વેલ્પન કહે છે કે આ સદીનુ સૌથી ડેન્જરસ ડ્રગ ખાંડ છે. બ્રિટનમાં ૮૦ ટકા લોકો ૨૦૨૧મા ખાંડને કારણે જ ઓવરવેઈટ થશે અને ખાંડને કારણે જ હૃદયરોગ વધી જશે. ખાંડ વિશે હું લખું તે કંઈ નવું નથી. તમે જાણો છો. પણ જેને સંસ્કૃતમાં પ્રજ્ઞાપરાધ કહે છે તે તમારું ડહાપણ છતાં ખાંડ ખાવાનો અપરાધ કરો છો. બ્રિટનના ચીફ મેડિકલ ઓફિસરે નવી વાત કહી છે કે ખાંડ એડિક્ટિવ છે, ખાંડથી તમને ગળી ચીજો, ચોકલેટ, આઈસક્રીમ, મીઠાઈ વગેરે ખાવાની ટેવ પડે છે. સાંજ પડયે કંઈક ગળ્યું જોઈએ જ. ચા-કોફીમાં ડબલ ખાંડ જોઈએ અને લેખકો ઈવાન જોનસ્ટન અને પોલ બિગ્નેબે કહ્યું છે કે હવે માર્ચ, ૨૦૧૪ની શરૂમાં નવું તારણ આવ્યું છે કે હૃદયરોગી માટે ખાંડ ડેન્જરસ છે. એટલી હદ સુધી કે બ્રિટનના ચીફ મેડિકલ ઓફિસર ડો. સેલી ડેવીસ ખાંડ ઉપર મેડિકલ ટેક્સ નાખવાનો વિચાર કરે છે! તે પુરવાર કરવા માગે છે કે ખાંડ દારૂ અને સિગારેટની જેમ એડિક્ટિવ છે. થોડા સમયમાં યુરોપમાં સ્યુગર ટેક્સ સામાન્ય થઈ જશે.
હું યુરોપનાં તમામ અખબારો વાંચું છું. તેમાં લંડન ટાઈમ્સના ૯-૧-૨૦૧૪ના અંકમાં જબ્બર મથાળું ૧લે પાને હતું કે સ્યુગર ઈઝ ધ ન્યુ ટોબેકો.’ આજે આખી દુનિયાના આહારશાસ્ત્રી અને ખાસ તો લંડનમાં તો એકશન ઓન સ્યુગર’ નામની ખાંડના ઉપયોગ સામે મોરચા માંડનારી વિજ્ઞાનીઓની મંડળીએ ૯-૧-૨૦૧૪ના રોજ જાહેર ક્ર્યું કે, સુગર ઈઝ ધ ન્યુ ટોબેકો.’ તમે દિવસમાં જમ્યા કે ચા પીધા પછી ૧ સિગારેટ કે ચાર સિગારેટ કે બીડી પીઓ તે ઠીક છે પણ સૌરાષ્ટ્રમાં કડક મીઠી ચા પીવે છે તે ખતરનાક છે. આપણે જરૂર કરતાં આઠથી સોળ ગણી ખાંડ ખાઈએ છીએ.
બ્રિટનની ક્રોયડન યુનિવર્સિ‌ટીની હોસ્પિટલના કાિ‌ર્ડ‌યોલોજિસ્ટ-હૃદયરોગના નિષ્ણાત ડો. અસીમ મલહોત્રા કહે છે કે ખાંડમા કોઈ ન્યુટ્રીશનલ વેલ્યુ નથી. પોષણ મળતું નથી. ઊલટાનું શરીરને પોષણ આપતાં તત્ત્વોને ખાંડ મારી નાખે છે. મારી બા બચપણમાં કહેતાં અરે બેટા ખાંડ ખાઈએ તો હાડકાં ગળી જાય!’ બ્રિટનમાં ખાંડ સામેની ઝુંબેશ થકી ખાંડનો વપરાશ ૧પ ટકા ઘટયો છે. ભારતમાં? ભારતમાં કોને પડી છે? બાપ-બેટો-બૈરી બધા જ દરેક ખાદ્યચીજમાં ખાંડનુ ગળપણ ખાય છે. ડો. મલહોત્રા કહે છે કે વધારાની ખાંડ હવે ટાઈપ ટુ ડાયાબિટીસ પેદા કરે છે. લીવર બગાડે છે.
ડો. મલહોત્રા કહે છે કે કઠણાઈ એ વાતની છે કે હવે ફલેવ‌ર્ડ‌ બોટલ્ડ વોટર વેચાય છે તેમાં ખાંડ હોય છે. તમે બજારમાં છેક મુંબઈમાં કાંદિવલી સુધી કે ભાવનગર કે અમદાવાદમાં તૈયાર કપમાં યોઘા‌ર્ટ ((દહીં)), કેચઅપ, તૈયાર ખાણા, બ્રેડ, બિસ્કિટ, ઈડલી, ઢોંસા, વડા, ચટણી, ફરસાણો એ તમામ જંકફૂડમાં ખાંડ ખાંડ અને ભરપુર ખાંડ હોય છે.
લંડનની ગૃહિ‌ણી નામે મેડમ રીચા‌ર્ડ‌ઝ કહે છે કે તેનો ૩ વર્ષનો દીકરો રાત્રે ૨ વાગ્યે જાગીને કહે છે મને મોઢામાં કંઈક સ્વીટ સ્વીટ લાગે તેવું આપ.’ બ્રિટનના આંકડા મળે છે કે એક જમાનામાં બ્રિટિશરો આખા વર્ષમાં ચાર
રતલ ખાંડ ખાતા તે આજે એક મહિ‌નામાં છ રતલ ખાંડ ખાય છે. આજનાં બાળકો અને ખાસ મુંબઈ-અમદાવાદના સાંજ સુધીમાં ૨૦થી ૩૦ ગ્રામ વધારાની ખાંડ ઝાપટી જાય છે ((એટલે કે છથી સાત ચમચા)). ખાંડનું વ્યસન થયું છે.
ઓસ્ટ્રેલિયાનો વકીલ ડેવિડ ગીલેસ્પી કહે છે કે, મેં ખાંડના દુર્ગુણો જાણ્યા ત્યારથી મારા છ બાળકોને ખાંડ અને તમામ જંકફૂડ આપતો બંધ થયો છું. માત્ર કુદરતી ફ્રૂટના તાજા રસ ((એક મોસંબી કે એક સંતરું)) આપે છે. શહેરનાં મા-બાપને મારી ભારપૂર્વક વિનંતી છે કે પ્રો. જ્હોન યુડકીનનું પુસ્તક પ્યોર, વ્હાઈટ એન્ડ ડેડલી’ જરૂર વેચાતું લઈ લે. હવે તો પ્રો. યુટકીન જીવતા નથી. તેનો પુત્ર માયકલ જે ઓક્સફ‌ર્ડ‌ યુનિ.મા બાયોકેમિસ્ટ્રીનો પ્રોફેસર છે તે ખાંડ સામે ઝુંબેશ ચલાવે છે. હાવ‌ર્ડ‌ યુનિ.ના સેલ-બાયોલોજિસ્ટ કહે છે કે, ફ્રુકટોઝ કેન્સર કરે છે. કોકાકોલા અને પેપ્સીની નાની બોટલમાં ૩પ ગ્રામ ખાંડ હોય છે તે આખા મહિ‌નાના ખાંડ ખાવાનો ક્વોટા થાય છે!
મહાત્મા ગાંધીજી પ્રો. યુડકીનનાં ખાંડ સામેના પ્રચંડ વિરોધને કારણે તેનાં આશ્રમોમાં અને કરીને હું ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં ૧૯પ૪માં ગયો ત્યાં રસોડામાં બિલકુલ ખાંડ વપરાતી નહીં. ઘઉંને બાળીને તેની કોફી બનાવાતી અને તેમાં ખાંડને બદલે તાડનાં ગોળની રસી કે સૌરાષ્ટ્રના ગીરના ગોળની રસી નખાતી. ગુજરાતી માતાઓ ભલે ચા-કોફીમાં ખાંડ ખાય પણ મીઠાઈમાં ગોળની જ મીઠાઈ ((ખાસ કરીને શીરો)) બનાવે. પણ... પણ... દાળમાં ખાંડ, શાકમા ખાંડ, થેપલામાં ખાંડ, ભજિયામાં ખાંડ, મઠિયામાં ખાંડ, ઈડલી, ઢોકળા, ઈડલીના સાંભરમાં ખાંડ ન નાખે. સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ખાંડનો વપરાશ નહીવત હતો. અમારા ગામમાં ૮૦ વર્ષ પહેલાં એવી ભેંશો હતી જેના દૂધ જાણે સાકર-ખાંડ ભેળવી હોય તેવા મીઠાં-મધુર હતાં. મારે ઘરે ચાર ભેંશો હતી તેમાં ૧ ભેશનું દૂધ એટલું મધુર હતું કે એ ભેશનું નામ અમે સાકર’ પાડેલું!
ઝવેરચંદ મેઘાણીએ પણ તાંસળીમાં તાજા દોહેલાં ભેંશના દૂધ પીધેલાં. અને ભેંશોનાં નામો પાડેલા જે ગીરમાં હજી ય પડાય છે. ભેંશોનાં નામ તેના દૂધની મીઠાશ પરથી દાડમું, મીણલું ગેલિયું, બાવલુ, ધરાખને સાકરું!
((વધુ પછીથી)).