• Gujarati News
  • અણ્ણા હજારે પણ અઠંગ રાજકારણી બની ગયા છેરાજકીય પક્ષને ટેકો આપ્યો મમતાનો ટેકો મેળવવા ભાજપ અણ્ણાન

અણ્ણા હજારે પણ અઠંગ રાજકારણી બની ગયા છેરાજકીય પક્ષને ટેકો આપ્યો મમતાનો ટેકો મેળવવા ભાજપ અણ્ણાનો ઉપયોગ કરી રહ્યો છે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રતના રાજકારણમાં આજકાલ પક્ષપલટાઓની મોસમ ચાલી રહી છે. કોંગ્રેસના જે નેતાઓને લોકસભાની ટિકિટ મળે તેવી સંભાવના ન હોય તેઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યાં છે. અમરસિંહ જેવા રાજકારણના અઠંગ ખેલાડીને કોંગ્રેસમાં એન્ટ્રી ન મળી એટલે તેઓ રાષ્ટ્રીય લોકદળમાં પ્રવેશ કરીને પાછલે બારણે કોંગ્રેસના ગઠબંધનમાં સામેલ થઇ ગયા છે. આમ આદમી પાર્ટીના અનેક અસંતુષ્ટો ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાવા તલપાપડ થઇ રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવના સાથી રામગોપાલ યાદવને પાટલિપુત્રની બેઠકની ટિકિટ ન મળી એટલે તેઓ ભાજપમાં જોડાવા તૈયાર થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને એકપક્ષી ટેકો જાહેર કર્યો એટલે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે નારાજ થઇ ગયા હતા. તેમને મનાવવા નરેન્દ્ર મોદીએ જાતે ફોન કરીને વાત કરી હતી.
આજથી બે - ત્રણ વર્ષ પહેલાં અણ્ણા હજારે અને બાબા રામદેવનાં નામો અત્યંત શ્રદ્ધાથી અને આદરથી લેવામાં આવતાં હતાં. બાબા રામદેવની છાપ યોગગુરુ તરીકેની હતી અને તેઓ નિષ્પક્ષ ગણાતા હતા. બાબા રામદેવે ભાજપનો પ્રચાર કરવાનું શરૂ કરતાં તેમની વિશ્વસનીયતા ખતમ થઇ ગઇ હતી. ગાંદીવાદી સમાજસેવક અણ્ણા હજારેને લોકો
ભ્રષ્ટાચાર સામેના લડવૈયા તરીકે ઓળખતા હતા. અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી ખભેખભા મિલાવીને તેમના આંદોલનમાં સામેલ થયા હતા. રામલીલા મેદાનમાં અણ્ણા હજારેની રેલીઓમાં લોકો લાખોની સંખ્યામાં ઊમટતા હતા. અરવિંદ કેજરીવાલે સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું એટલે અણ્ણા હજારેએ તેમની સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો. અરવિંદ કેજરીવાલનો પક્ષ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ લડયો ત્યારે અણ્ણા હજારેએ તેમને ટેકો આપવાનો ઇનકાર કરતાં એવું કારણ આગળ ધર્યું હતું કે તેઓ કોઇ રાજકીય પક્ષને ટેકો આપી શકે જ નહીં. આ જ અણ્ણા હજારેએ મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરીને જબરદસ્ત આશ્ચર્ય સજ્ર્યું હતું.
અણ્ણા હજારેએ હજી થોડા સમય પહેલાં જ જાહેર કર્યું હતું કે તેઓ મમતા બેનરજીની સાદી, સરળ અને કરકસરયુક્ત જીવનશૈલીથી આકર્ષાયા હોવાથી તેઓ મમતા બેનરજીને વડાપ્રધાનપદ સુધી પહોંચાડવામાં મદદ કરશે. મમતા બેનરજીએ તો અણ્ણાનો ઉપયોગ ચૂંટણીના પ્રચારમાં પણ કરવાની યોજના ઘડી કાઢી હતી. તૃણમૂલ કોંગ્રેસના પ્રચાર માટે ટીવીની જે જાહેરખબર બનાવવામા આવી તેમાં પણ અણ્ણાનાં ઉચ્ચારણો
ટાંકવામાં આવ્યાં છે. અણ્ણાની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને મમતાએ દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીનું પણ આયોજન કર્યું હતું; પણ છેક છેલ્લી ઘડીએ ગેરહાજર રહેવાનો નિર્ણય કરીને અણ્ણાએ મમતાને મૂંઝવણમાં મૂકી દીધાં છે.
અન્ના ડીએમકેનાં અધ્યક્ષ જયલલિતાએ જ્યારે પોતાની વડાંપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા જાહેર કરી ત્યારે મમતા બેનરજીએ તેમને ટેકો જાહેર કર્યો હતો. હકીકતમાં મમતા બેનરજી પોતે પણ વડાંપ્રધાન બનવા ઇચ્છુક છે, એ હકીકત હવે સામે આવી રહી છે. આ મઝલમાં રાષ્ટ્રીય છાપ ઊભી કરવામાં તેમને અણ્ણાનો ટેકો બહુ ઉપયોગી બની શકે તેવો હતો. તો પછી એવું શું બન્યું કે મમતા અને અણ્ણા વચ્ચેનું અંતર વધી ગયું હતું ?
અણ્ણાના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી અલગ પડેલા અરવિંદ કેજરીવાલ રાજનૈતિક સ્વાર્થ માટે કોંગ્રેસ ભણી ઢળવા લાગ્યા છે તો અણ્ણાની સાથે રહેલાં કિરણ બેદી ભાજપ તરફ ઢળવા લાગ્યાં છે. કિરણ બેદીએ તો પોતાના બ્લોગ ઉપર નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના આદર્શ ઉમેદવાર લેખાવ્યા છે. અણ્ણા હજારેએ જાહેરમાં અરવિંદ કેજરીવાલની જે રીતે ટીકાઓ કરવા માંડી તેમાં પણ કેટલાકને ભાજપનો હાથ દેખાતો હતો.
નરેન્દ્ર મોદીએ જો વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવું હોય તો તેમણે દરેક રાજ્યમાં નવા સાથીદારોની તલાશ કરવી જ પડશે. પ‌શ્ચિ‌મ બંગાળમાં તેમની નજર મમતા બેનરજી ભણી હોય એ સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રેલી કરી ત્યારે મમતા બેનરજીની સહેજ પણ ટીકા કરવાથી તેઓ દૂર રહ્યાં હતાં. આ રીતે તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો વિકલ્પ ભાજપે ખુલ્લો રાખ્યો, પણ મમતા બેનરજી પિગળતાં નહોતાં. રાજકીય નિરીક્ષકો કહે છે કે ભાજપ અને સંઘપરિવાર તરફથી મમતાને સમજાવવા માટે અણ્ણાને કામે લગાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં જો એક મંચ ઉપર અણ્ણા અને મમતા દેખાય તો તેનાથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડે અને ભાજપને તેનો લાભ મળે તેમ હતું. પરંતુ અણ્ણા હજારેએ છેલ્લી ઘડીએ આ રેલીમાંથી ખસી ગયા તેથી ભાજપની ગણતરીઓ ઊંધી પડી હતી.
મમતા બેનરજી પહેલાં અણ્ણાની નજીક આવ્યા;પણ પછી દૂર ચાલ્યાં ગયાં તેનું કારણ એ છે કે પ‌શ્ચિ‌મ બંગાળના મુસ્લિમો મમતાના કટ્ટર સમર્થકો છે. તેમને મમતા બેનરજી અણ્ણા હજારેની નજીક આવે એ હજમ નહોતું થયું. એક મુસ્લિમ સંગઠને તો જાહેરમાં એવો આક્ષેપ કર્યો કે અણ્ણા હજારે સંઘપરિવારના એજન્ટ છે.’ આ આક્ષેપથી મમતાના પગ હેઠળની જમીન સરકી ગઇ હતી. પ‌શ્ચિ‌મ બંગાળના મુસ્લિમો જો મમતાના પક્ષથી વિમુખ થઇ જાય તો લોકસભાની વધુમાં વધુ બેઠકો જીતવાની તેમની મહેચ્છા અધૂરી રહી જાય તેમ છે. મુસ્લિમ મતદારોનો ટેકો ગુમાવી દેવાના ડરથી મમતા બેનરજીએ હાલ પૂરતું અણ્ણાથી અને ભાજપથી પણ સલામત અંતર કરી લીધું છે.
કોઇપણ રાજકારણી મુસ્લિમ મતદારોને રીઝવવા માંગતા હોય તો તેમણે નરેન્દ્ર મોદીની ટીકા કરવી જ પડે. મમતા બેનરજીએ પણ દિલ્હીની રેલીમાં અણ્ણાની ગેરહાજરીમાં નરેન્દ્ર મોદીને ગણાવીને મુસ્લિમોની વાહ વાહ મેળવી લીધી હતી. આ માટે જ તેમણે અણ્ણાને પણ પડતાં મૂકી દીધા હોવાનું જણાઇ રહ્યું છે. એક વખત મુસ્લિમોના મતો મળી જાય તે પછી મમતાને ભાજપ સાથે ગંઠબંધન કરતાં કોણ રોકી શકવાનું છે ?
@ જ્ૂખ્#ૂન્.ત્ગ્ચ્ૂ@ૈૂૌખૈ્રૃોૂજ્રૂચ્ર્‍ચ્ગ્ણ્ઘ્.ેગ્ક્