• Gujarati News
  • અમરનાથયાત્રીઓને ફીટનેસ સર્ટિ‌ફિકેટ માટે સરકારની વ્યવસ્થા

અમરનાથયાત્રીઓને ફીટનેસ સર્ટિ‌ફિકેટ માટે સરકારની વ્યવસ્થા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ અમરનાથની યાત્રાએ જતા ગુજરાતના સાડા ચાર લાખ યાત્રાળુને ફીટનેસ સર્ટિ‌ફિકેટ આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે વ્યવસ્થા ગોઠવી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે યાત્રાળુઓને સરળતાથી સર્ટિ‌ફિકેટ મળી રહે તે માટે રાજ્યની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ્સ, જિલ્લા-તાલુકા હોસ્પિટલ્સ, મ્યુનિસિપલ ર્કોપોરેશન સંલગ્ન હોસ્પિટલ્સ તથા ખાનગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ્સને આરોગ્ય ચકાસણી પ્રમાણપત્ર આપવા અધિકૃત કરી છે. હોસ્પિટલ્સની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ થ્થ્થ્.ર્‍ણ્#ોર્‍ૂ્રઞ્ો.ર્‍ગ્ત્.ૌખ્ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.