• Gujarati News
  • @ફેબ્રુઆરી માસમાં નિકાસોમાં ૩.૬૭ ટકાનો સાધારણ ઘટાડો

@ફેબ્રુઆરી માસમાં નિકાસોમાં ૩.૬૭ ટકાનો સાધારણ ઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
દેશની વ્યાપારખાધ ઘટી રહી હોવાના ઠાલાં આશ્વાસન પાછળ વાસ્તવિકતા એ છે કે, દેશની આયાતોની સાથે સાથે નિકાસોમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતનો વિદેશ વ્યાપાર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે.
સતત સાત માસ દરમિયાન વૃદ્ધિ નોંધાવ્યા બાદ દેશની નિકાસો ફેબ્રુઆરી-૧૪માં ૩.૬૭ ટકા ઘટી ૨પ.૬૮ અબજ ડોલર(( ૨૬.૨૬ અબજ ડોલર)) નોંધાઇ છે. આયાત ૧૭.૦૯ ટકા ઘટી ૩૩.૮૧ અબજ ડોલર ((૪૧.૧ અબજ ડોલર))ની થઇ છે. તેના કારણે વ્યાપાર ખાધ ઘટી ૮.૧૩ અબજ ડોલર ((૧૪.૯૨ અબજ ડોલર)) થઇ છે. જોકે સરકાર વ્યાપાર ખાધમાં ઘટાડા માટેનું કારણ સોના-ચાંદીની આયાત ઘટી હોવાનું જણાવે છે. ઓઇલ આયાત પણ ૩.૧ ટકા ઘટી ૧૩.૬ અબજ ડોલર થઇ છે. નિકાસમાં ઊંચો હિ‌સ્સો ધરાવતા પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ અને ફાર્મા સેક્ટરની નિકાસોને પણ ફેબ્રુઆરીમાં ફટકો પડયો છે. આ વર્ષે નિકાસો ૩૨પ અબજ ડોલરના લક્ષ્યાંક કરતાં ૧પ-૧૮ અબજ ડોલર નીચી રહેવાની દહેશત સેવાય છે.
ફેબ્રુઆરીમાં નોન-ઓઇલ આયાત ૨૪.પ ટકા ઘટી ૨૦.૧૨ અબજ ડોલર થઇ છે.
રૂ, વન. તેલો, ટેક્સટાઇલ યાર્ન ફેબ્રિક્સ, ખાતર, કિંમતી સ્ટોન્સ, આયર્ન અને સ્ટીલ, મશીન ટૂલ્સ અને ઇલે. ગુડ્સની આયાતમાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને આયન અને સ્ટીલ આયાત ૨૬.૭ ટકા ઘટી પ૮૨.૯૩ અબજ ડોલર થઇ છે.