• Gujarati News
  • વિન્ડો સીટ પર બેસીનેૃચ્ ’હાઈવે પર જિંદગીની તલાશ

વિન્ડો સીટ પર બેસીનેૃચ્/’હાઈવે પર જિંદગીની તલાશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાળીસ વર્ષના ઈમ્તિયાઝ અલી પોતાના ૯ વર્ષના ફિલ્મી કરિયરમાં પાંચ ફિલ્મો બનાવી ચૂક્યા છે. હાઈવે’ બાદ તેમની છઠ્ઠી ફિલ્મનું નામ વિન્ડોસીટ’ છે, જેમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડ્ડા કામ કરવાનાં છે. તેમની હાઈવે’ જોઈને સંગીતકાર એ.આર. રહેમાને ઇમ્તિયાઝ અલીને કહ્યું હતું કે, તું આજે પણ પોતાના માર્ગે ચાલનારી વ્યક્તિ છે, પરંતુ હાઈવે’ હવે તને વધારાની સર્જન સ્વતંત્રતા આપશે. ઇમ્તિયાઝ અલીના નજીકના મિત્રોએ જણાવ્યું કે, તેના જીવનનો આ સમય ભાવના અને અધ્યાત્મની દૃષ્ટિએ ટોચનો સમય છે. પારંપરિક રીતે લોકો ફિલ્મનિર્માતાઓને અધ્યાત્મમાં માનનારા ગણતા નથી, કેમ કે તેમને માટે તો આજે પણ ફિલ્મો પાપની દુનિયા છે, જેવું કે દાયકાઓ પહેલાં રાજગોપાલાચારીએ જણાવ્યું હતું. જે ઉદ્યોગમાં ધન હોય, સુંદર મહિ‌લાઓ હોય અને પ્રેમકથાઓ બનતી હોય, તેમાં આધ્યાત્મિક્તાનું હોવું અશક્ય માનવામાં આવે છે.
હકીકતમાં ફિલ્મો જેટલી ફોમ્ર્યુલાવાળી હોય છે, તેના કરતાં વધુ ફોમ્ર્યુલાવાળા એ લોકો હોય છે, જે આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે કે તેના પર અધિકાર સાથે બોલે છે. આ પાપની નગરી’ ના અશોકકુમાર દાદા મુનિ’ કહેવાયા છે. હકીકતમાં લોકપ્રિય વ્યાખ્યાઓ હંમેશાં આંધળી ગલીમાં લઈ જતી હોય છે. જો ગુરુદત્ત આ ગીતને પસંદ કરે છે કે, યે દુનિયા અગર મીલ ભી જાએ તો ક્યા હૈ’ અને એવી જ બિન્દાસ રીતે તે ખુદ આ દુનિયાને પણ અલવિદા કહે છે તો શું તમે તેને માત્ર ફિલ્મકાર માનશો કે પછી તેના વિચાર અને શોધને ઊંડા અર્થમાં સમજવાનો પ્રયાસ કરશો કે એ જાણવા ઈચ્છશો કે તેને શેની તરસ છે?
હકીકતમાં આપણે અધ્યાત્મને રોજિંદા જીવનથી અલગ કરીને કેટલીક વિચિત્ર પ્રકારની ઊંચાઈ માની લીધું છે, જ્યારે હકીકત એ છે કે એ દરેક વ્યક્તિ જે પોતાનું કામ સંપૂર્ણ મહેનત, લગન અને ઇમાનદારી સાથે કરી રહી છે તે અધ્યાત્મના સફર પર જ ચાલી રહી છે. અધ્યાત્મિક્તા કોઈ ઊંચા પર્વત પર લાગેલો છોડ નથી કે જેને પ્રાપ્ત કરવા માટે તમારે ચઢાઈ કરવી પડશે, એ તો રોજિંદા જીવનમાં જ છુપાયેલી છે. માત્ર આર્કમિડિઝ જ વૈજ્ઞાનિક નથી, પરંતુ દરેક વ્યક્તિ જે ખુદને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે તે પણ વિજ્ઞાન જ સાધી રહ્યો છે. હકીકતમાં તમામ ઊંચી ઊંચી બાબતોના ચક્કરમાં આપણે સામાન્ય જીવનમાંથી સહજ દાર્શનિક્તાને ફગાવી દીધી છે. આજે પણ કબીરનો અભ્યાસ આપણને રોજિંદા સામાન્ય જીવનની મહાનતાને સમજવાની તક પૂરી પાડે છે. આ જ કારણ છે કે ઘરમાં ઝાડું મારતી મહિ‌લા, કચેરીમાં કામ કરતી મહિ‌લાને અપણે અલગ દૃષ્ટિકોણથી જોઈએ છીએ, હકીકત એ છે કે બંને પોતાના કામમાં ડૂબેલી છે.
ચાલતી બસ કે રેલગાડીમાં વિન્ડોસીટ તમને બહારની સુંદરતા નિહાળવાની તક આપે છે, પરંતુ કોઈ પણ મનુષ્યને અંદરથી જાણી લેવા માટે કોઈ વિન્ડોસીટ’ નથી. એ તમારો દૃષ્ટિકોણ છે જે જીવનની વિન્ડોસીટ’ છે. ઇમ્તિયાઝ અલીની હાઈવે’ અપહરણ કરવામાં આવેલી યુવતી અને અપહરણ કરનારની પ્રેમકથા નથી. એ તો એવી બે વ્યક્તિની કથા છે જે પોતાના ભૂતકાળની ઘટનાઓ સાથે સંઘર્ષ કરી રહી છે અને જેવા તેઓ એકબીજાને ભૂતકાળ સાથે સંઘર્ષ કરતાં નિહાળે છે, તેમના વચ્ચે લાગણીનો એક માનવીય સંબંધ સર્જા‍ય છે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મો એવા પ્રકારનાં સંબંધો રજૂ કરે છે, જાણે કે તે એવો સાધુ નથી જે પ્રેમની ધર્મશાળામાં રોકાય કે ધર્મશાળાના પ્રેમમાં બંધાઈને પોતાની મુસાફરી સમાપ્ત કરી દે. શૈલેન્દ્રના શબ્દોમાં તે નિ‌શ્ચિંત છે કે, ચલતે ચલતે થક ગયા મૈં ઔર સાંજ ભી ઢલને લગી, તબ રાહ ખુદ મુઝે અપની બાંહોં મેં લેકર ચલને લગી’. આ લેખ લખવાની પ્રેરણા ગાયત્રી જયરામનના ઇમ્તિયાઝ અલીના આકલનથી પ્રેરિત છે.