• Gujarati News
  • દયાપરવાસીઓએ શરૂ કર્યો ૃચ્ ’અનોખો ધાર્મિ‌ક કાર્યક્રમ

દયાપરવાસીઓએ શરૂ કર્યો ૃચ્/’અનોખો ધાર્મિ‌ક કાર્યક્રમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. દયાપર
વર્ષો પહેલાં ગ્રામ્ય વિસ્તારના લોકો મહિ‌નામાં એકાદ-બે વખત સાથે મળીને ભજન-કીર્તન કે સત્સંગ જેવા કાર્યક્રમો કરતા, તેને ગામઠી ભાષામાં ઠાકરથાળી કહેવાતી, જે વર્તમાન યુગમાં ધીરે-ધીરે ગામડાઓમાં આવા ધાર્મિ‌ક કાર્યક્રમો મોટાભાગે બંધ થઇ ગયા છે, ત્યારે લખપત તાલુકાના દયાપર ગામના વડીલો દ્વારા લોકો તેમજ યુવાનોમાં ધાર્મિ‌ક સંસ્કૃતિ જળવાઇ રહે તે હેતુ અંતર્ગત દર મહિ‌નાની પૂનમ અથવા તો તેની અગાઉના રાત્રિએ એક અનોખો ધાર્મિ‌ક કાર્યક્રમ
શરૂ કરાયો છે.
આ ધાર્મિ‌ક કાર્યક્રમમાં દર મહિ‌ને અલગ-અલગ સંત વક્તા દ્વારા એક-દોઢ કલાકના ધાર્મિ‌ક પ્રવચનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
દયાપરમાં આવેલી પાટીદાર સમાજવાડી ખાતે દર પૂનમની પૂર્વ રાત્રિએ યોજાતા સંત-સત્સંગ કાર્યક્રમ અંતર્ગત દર વખતે અલગ-અલગ સંતોને બોલાવી તેમના દ્વારા ધાર્મિ‌ક પ્રવચનનું આયોજન છેલ્લા છ મહિ‌નાથી
ચાલી રહ્યું છે.
આ કાર્યક્રમનો પ્રારંભ વિરાણી મોટીના સંત શાંતિદાસજી મહારાજના પ્રથમ પ્રવચન દ્વારા શરૂ કરી અત્યાર સુધીમાં પાંચ જેટલા સંતની વાણીનો લાભ ગામ લકોએ લીધો છે, તો બીજીતરફ અહીં આવતા સંતો પણ દયાપર ગામમાં શરૂ કરાયેલા આવા અનોખા કાર્યને બિરદાવી રહ્યા છે.
તાજેતરમાં ભુજના સંત પ્રદીપ્તાનંદ સરસ્વતીજી મહારાજના યોજાયેલા પ્રવચન કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન આધુનિક યુગમાં યુવાવર્ગમાં ધાર્મિ‌કતાનો
માહોલ ઘટી રહ્યો છે.