• Gujarati News
  • સાક્ષરતામાં ગુજરાત ૯મા ક્રમેથી ધકેલાઈને ૧૭મા ક્રમે : મોઢવાડિયા

સાક્ષરતામાં ગુજરાત ૯મા ક્રમેથી ધકેલાઈને ૧૭મા ક્રમે : મોઢવાડિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ હોવાનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં દાવો કર્યો છે, પરંતુ આઇટી એક્સપો‌ર્ટમાં ગુજરાત ઓરિસ્સા કરતાં પણ પાછળ રહી ગયું હોવાનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. સાક્ષરતા દરમાં ગુજરાત ૧૭મા ક્રમે ધકેલાઈ ગયું હોવાનું કહી તેમણે ઉમેર્યું હતું કે જૂઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો’ની નીતિ અપનાવી મુખ્યમંત્રી સમગ્ર દેશમાં જુઠાણાં ફેલાવી રહ્યા છે.
કોંગ્રેસપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ૨૨મા ક્રમે ધકેલાઈ ગયું છે. ધોરણ-૧થી ૧૦માં વિદ્યાર્થીઓના પ૭.૯ ટકા ડ્રોપ આઉટ રેશિયો સાથે ગુજરાત દેશમાં ૨૨મા ક્રમે ધકેલાઈ ગયું છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાત સાક્ષરતા દરમાં દેશમાં ૯મા સ્થાને હતું, પરંતુ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત ૧૭મા ક્રમે ધકેલાઈ ગયું છે. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં ગુજરાત ૧૨મા ક્રમે છે જ્યારે સ્કૂલ લાઇફ એક્સપેક્ટન્સીમાં ગુજરાત ૧૮મા ક્રમે છે. આઇટી એક્સપો‌ર્ટમાં ગુજરાત ૧થી ૧૦માં પણ સ્થાન પામ્યું નથી. આઇટી એક્સપો‌ર્ટમાં ઓરિસ્સા જેવું રાજ્ય પણ ગુજરાતથી આગળ નીકળી ગયું છે.