• Gujarati News
  • રાજકોટમાં એક જ દી’ માં ૩ ચોરી બિલ્ડરના રૂા. ૪૭ લાખ ચોરાયા

રાજકોટમાં એક જ દી’ માં ૩ ચોરી બિલ્ડરના રૂા. ૪૭ લાખ ચોરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
રાજકોટમાં સોમવારે ચોરીના વધુ ત્રણ બનાવ બન્યા હતા. રેસકો‌ર્સ િંરગ રોડ ઉપર ફનવલ્‌ર્ડ‌ સામેની શેરીમાં શ્રોફ રોડ ઉપર આદિત્ય પેલેસે એપા‌ર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા બિલ્ડરના માત્ર ત્રણ કલાક બંધ રહેલા ફલેટમાંથી તસ્કરો ધોળે દિવસે રૂા.૪૪ લાખ રોકડા અને ૩ લાખના ઘરેણાં સહિ‌ત ૪૭ લાખની માલમતા ચોરી ગયા હતા તેમજ રવિવારે સાંજે વૈશાલીનગરમાં રહેતા વેપારીના માત્ર ત્રણ કલાક બંધ રહેલા મકાનના નકૂચા તોડીને રોકડ,ઘરેણાં મળી કુલ રૂા. પ લાખની માલમતા ઉસેડી ગયા હતા જ્યારે જાગનાથ પ્લોટમાં એડવોકેટના બંધ મકાનમાંથી તસ્કરો બે લેપટોપ અને એક્ટિવા સ્કૂટર ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસ કમિશનર સહિ‌તના ઉચ્ચ અધિકારીઓના બંગલાથી ૨૦૦ મીટર દૂર ચોરી કરીને તસ્કરોએ પોલીસનું નાક કાપી નાખ્યું છે. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઇ હદે કથળી છે તેનો વધુ એક પુરાવો સોમવારે બનેલી ઘટના ઉપરથી મળ્યો છે.
તસ્કરો માત્ર આઠ મિનિટમાં ૪૭ લાખની માલમતા ઉસેડી ગયા
શ્રોફ રોડ ઉપર આદિત્ય પેલેસ એપા‌ર્ટમેન્ટમાં ચોથા માળે એકલા રહેતા બિલ્ડર પ્રફૂલભાઇ ગોવિંદભાઇ રાણીંગા સોમવારે સવારે ૧૧ વાગે ફ્લેટના મુખ્ય દરવાજાને ઇન્ટરલોક મારીને સાધુ વાસવાણી રોડ ઉપર પોતાની સાઇટ ઉપર ગયા હતા.
બપોરે બે વાગે પરત આવ્યા ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો અને લાઇટ પંખા ચાલુ હતા તેમણે સૌ પ્રથમ ભત્રીજા પીયૂષને ફોન કરીને બોલાવ્યા બાદ રૂમમાં જઇને તપાસ કરતા કબાટ ખુલ્લો હતો અને અંદરથી રૂા.૪૪ લાખ રોકડા તેમજ પત્નીના ૩ લાખના ઘરેણાં ગાયબ જણાતા પોલીસને જાણ કરી હતી.